ભાવ આસમાને હોવા છતાં લોકોનું સોના, ચાંદી અને પ્લેટીનમ તેમજ રિયલ ડાયમંડ તરફનું આકર્ષણ યથાવત
સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા છે તેથી શુકનમાં ઝવેરાત ખરીદવા માગતા લોકોએ ખરીદી કરવા પણ બજેટ પર કાપ મૂકવાનું પસંદ કર્યું છે. લોકો પહેલાં 10 ગ્રામના સોનાના સિક્કાથી લઇને સોનાના બિસ્કિટ મુહૂર્તમાં ખરીદી લેતા હતા તેઓ હવે ત્રણ કે પાંચ ગ્રામ સોનું ખરીદીને શુકનની પરંપરા જાળવી રાખી છે.
ધન વૃદ્ધિ અને ધન સમૃદ્ધિ આપનારી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું પવિત્ર પર્વ ઉજવાઇ રહ્યું છે. જેને લઈને લાંબા સમય બાદ સોની બજારમાં ચમકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના વધી રહેલા ભાવના કારણે સોની બજારમાં આવેલા મંદીના માહોલમાં અખાત્રીજનો અવસર હવે રોનક લાવશે. હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી લોકો સોનું ખરીદવાનું લગભગ ટાળતા હતા પરંતુ આગામી માસથી ફરી લગ્નસરાની સિઝન પણ જામશે. તેથી સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાંય અખાત્રીજને લઇને સોના -ચાંદીના સિક્કા અને લગડીના ઓર્ડર મળવા લાગતાં સોની બજારના વેપારીઓને હાશકારો થયો છે.
અખાત્રીજ સાથે અનેક પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આ વર્ષે અખાત્રીજના દિવસે ગુરુ રાશિ પરિવર્તન કરશે. સામાન્ય રીતે અખાત્રીજ પર સોનું, ચાંદી, વાહન, મકાન, દુકાન, ફ્લેટ કે પ્લોટ સહિતની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે સોનું ખરીદવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિશાસ્ત્ર અનુસાર જે લોકો અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો શુભ સમય આજે (22 એપ્રિલ) શનિવારના રોજ સવારે 08.04 વાગ્યાથી બીજા દિવસે, રવિવાર, 23 એપ્રિલ, સવારના 8 વાગ્યા સુધી છે.
અખાત્રીજના દિવસે એક અંદાજ મુજબ જવેલરીમાં 15 થી 20 ટકા અને ઓવરઓલ બુલિયન બિઝનેસમાં 40 ટકાનો વેપાર વધવાનો ઝવેરીઓને અંદાજ છે. આ વખતે સોનાના બદલે ડાયમંડ જવેલરી માટે પણ લોકો એડ્વાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જોકે ખરીદી માટેની પસંદગી લોકોએ બદલી છે. હવે સોના-ચાંદી કે ડાયમંડની ખરીદી માટે વિવિધ ઓપ્શન પર લોકો નજર દોડાવી રહ્યા છે. જેમકે કયા દુકાનદારને ત્યાં ડિસ્કાઉન્ટ છે, ક્યાં સ્કીમ ચાલી રહી છે કે અખાત્રીજની ખરીદી માટેની ઓછા વજનની સ્પેશિયલ જવેલરી બહાર પાડવામાં આવી છે કે નહીં. આ બધી વસ્તુઓ સામાન્ય નાગરિકો માટે આકર્ષણ બની રહી છે. આ વખતે મે માસમાં લગ્નસરા હોવાને કારણે લગ્ન પ્રસંગના દાગીનાઓની અખાત્રીજના દિવસે જ લોકો ખરીદી કરશે.
સોનાના ભાવો આસમાને હોવા છતાં લોકોનાં સોના ચાંદી અને પ્લેટિનમ તેમજ રિયલ ડાયમન્ડ માટેનાં બુકિંગ થઇ ચુક્યાં છે. સોનાની ખરીદી ઉપરાંત ફ્રીઝ, એસી, કાર, સ્કૂટર અને વોશિંગ મશીનનાં બુકિંગ પણ શરૂ થઈ ગયાં છે. તેમાં પણ વેપારીઓને અંદાજે 25 ટકા વધુ વેચાણ થવાની ધારણા છે.ગોલ્ડ, ડાયમંડ, પોલકીની વિશાળ રેન્જ રાધિકા જ્વેલર્સમાં ઉપલબ્ધ: અશોકભાઈ ઝીંઝુવાડીયારાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, અખાત્રીજનું પર્વ તો વણમાંગ્યું મુહૂર્ત ગણવામાં આવે છે. વર્ષો વર્ષથી અખાત્રીજ પર્વે સોનાની ખરીદીને ખુબ જ શુભ માનવામાં આવે છે ત્યારે બજારમાં ગ્રાહકો આવી રહ્યા છે પણ સોનાના ભાવ ઉંચકાતા ગ્રાહકો પણ થોડી અવઢવમાં હોવાથી ગત વર્ષ કરતા ખરીદીમાં અંદાજિત 30% જેટલો ઘટાડો નોંધાયો છે.
હજુ મારા મત મુજબ સોનાનો ભાવ વધી શકે તેમ છે ત્યારે ગ્રાહકોને ખરીદી માટે રાહ નહીં જોવા હું સલાહ આપી રહ્યો છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે રીતે સોનાના ભાવ વધ્યા છે ત્યારે નવા સોનાની ખરીદી કરતા જૂનું સોનુ એક્ચેન્જ વધુ થઇ રહ્યું છે. તેમણે આભૂષણોની રેન્જ વિશે જણાવ્યું હતું કે, અમારી પાસે ગોલ્ડ, ડાયમંડ, પોલકી સહીતની 1 ગ્રામથી માંડી 300 ગ્રામ સુધીની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે, હાલ યુવાનોમાં વ્હાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને પ્લેટિનમ તરફનું આકર્ષણ ખુબ વધ્યું છે અને તેમાં પણ ઈટાલીયન સ્ટાઇલ, યુરોપિયન કટિંગ સહીતના આભૂષણો પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.
સોનાના ભાવ ઘટે તો ખરીદી વધવાની ધારણા કમલેશભાઈ જોશી (જે. પી. જવેલર્સ)
જે. પી. જવેલર્સના કમલેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, હાલ સોનાના ભાવ ઉંચા જવાને કારણે લોકો લાઈટ વેઇટ દાગીનાણી ખરીદી વધુ કરી રહ્યા છે. હાલ હેવી આભૂષણોણી ખરીદી પ્રમાણમાં ઓછી થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલ યુવાનો અને મહિલાઓમાં રોઝ ગોલ્ડ અને પ્લેટિનમની ડિમાન્ડ ઊંચી છે. તેમણે કહ્યું હતું કે, હાલ લગ્ન સરાની સીઝન છે પરંતુ ભાવ ઉંચા હોવાને કારણે બજારમાં જરૂરિયાત મુજબ ખરીદી નથી. લોકો હેવી દાગીનાની જગ્યાએ લાઈટ વેઇટ દાગીનાની ખરીદી કરી રહ્યા છે. જો ભાવ થોડા નીચા જાય તો સંભવત: ખરીદીમાં વધારો થઇ શકે છે.
શિલ્પા જવેલર્સ ક્વોલિટી અને વેરાયટીને કારણે લોકોની પ્રથમ પસંદ બની : શિવમ પારેખ
શિલ્પા જવેલર્સના ઓનર શિવમ પારેખે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અખાત્રીજ નિમિતે ગોલ્ડના વધેલા ભાવ ને કારણે થોડા ગ્રાહકો ઓછા જોવા મળી રહ્યા છે. લગ્ન પ્રસંગ માટે તેમજ મુહરત સાચવવા લોકો અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે.અત્યારે જે માહોલને સમજે તેવા ગ્રાહકો સતત ચાલુ રહે છે.શિલ્પા જવેલર્સ ના બ્રાન્ડ નેઇમ,ક્વોલિટી અને વેરાઈટી ને કારણે લોકોમાં ખૂબ ડિમાન્ડ રહે છે.
લોખંડમાં કાટ લાગશે પરંતુ સોનામાં ક્યારેય કાટ નહીં લાગે : હરેશભાઇ સોની ( પ્રેમજી વાલજી જવેલર્સ )
પ્રેમજી વાલજી જવેલર્સના ઓનર હરેશભાઇ સોનીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારના માહોલમાં ગોલ્ડ અને સિલ્વરમા જ રીટર્ન સૌથી વધુ મળે છે.ગોલ્ડ કોઇન્સ અને ગોલ્ડ જવેલરી માં દર વર્ષે ગ્રાહકોને ફાયદો જ થતો હોય છે. ક્યારેય એવું શક્ય નથી હોતું કે ખરીદી કરવા જાવ ત્યારે તળિયાના ભાવે તમે ખરીદી કરી શકો અને વહેંચવા જાબ ત્યારે સારા ભાવ પણ મળે.હમેશા સમય અનુસાર ગ્રાહકોને ખરીદી કરવી જોઈએ.આખું વર્ષ સમૃદ્ધિ માં રહે તે હેતુથી અક્ષય તૃતીયાંશ નિમિત્તે લોકો સોનાની ખરીદી કરતા હોય છે.સોનાની ખરીદીથી સમૃદ્ધિ વધે છે.તમામ ગ્રાહકોને સલાહ આપતા હરેશભાઈ એ જણાવ્યું હતું કે તમેં ઇન્વેસ્ટમેન્ટ કરી લોન્ગ ટાઈમ નો વિચાર કરો. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારામાં સારું વળતર હંમેશા મળે છે.લોખંડમાં કાટ લાગે છે પરંતુ ક્યારેય સોનામાં કાટ નથી લાગતો.
બ્રાઇડલથી માંડી લાઈટ વેઇટ સહીતની 15 હજારથી વધુ ડિઝાઇન અર્જુન જવેલર્સમાં ઉપલબ્ધ : રવિભાઈ સેતા
અર્જુન જવેલર્સ (મવડી)ના બ્રાન્ચ મેનેજર રવિભાઈ સેતાએ જણાવ્યું હતું કે, અમારી પાસે ગોલ્ડ, રિયલ ડાયમંડ, પ્લેટીનિયમ સહીતની ધાતુઓમાં અનેક પ્રકારની ડિઝાઇનર જવેલરી ઉપલબ્ધ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અખાત્રીજ પર્વ નિમિત્તે અમે અમારા ગ્રાહકોને 100% સુધી મેકિંગ ચાર્જમાં રાહત આપી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, જયારે ભારતમાં સોનુ સ્ત્રીધન માનવામાં આવે છે ત્યારે અમે એકદમ લેટેસ્ટ ડિઝાઇન આપી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, અમારી 15 હજારથી પણ વધુ ડિઝાઇન ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી પાસે બ્રાઇડલ, ગિફટિંગ સહિતના તમામ પ્રકારના આભૂષણ ઉપલબ્ધ છે જેથી લોકોને અમારી પાસે મોટી રેન્જ મળી રહેશે.
સોનુ હવે શોખની સાથે રોકાણનો પણ શ્રેષ્ઠ વિકલ્પ : દિપાબેન સોની (ડી જ્વેલ)
ડી જ્વેલના દીપાબેન સોનીએ જણાવ્યું હતું કે, સોનાની ખરીદી માટે અખાત્રીજને સર્વેશ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદીને અતિશુભ માનવામાં આવે છે. અમાફિ શો રૂમને પણ આજે 13 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે કહ્યું હતું કે, સોનાના ભાવ ઉંચા હોવાને કારણે છેલ્લા 13 વર્ષના પ્રમાણમાં આ વર્ષે ખરીદી ઓછી છે. લોકો ભાવ નીચા જવાની રાહ જોઈ રહ્યા છે જેના લીધે પ્રમાણમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે. તેમણે હાલના ક્રેઝ અંગે જણાવ્યું હતું કે, લોકો અત્યારે એન્ટિક ઓર્નામેન્ટ્સ અને રિયલ ડાયમંડ તરફ વધુ આકર્ષણ ધરાવે છે. યુવાનો લાઈટ વેઇટ જવેલરીની ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે. મહિલાઓ એન્ટિક ઓર્નામેન્ટ્સની ખરીદી વધુ કરતી હોય છે જેના લીધે તેઓ કોઈ પણ પ્રસંગમાં ઘરેણાં પહેરી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે સોનુ શોખની સાથે રોકાણ માટે પણ સર્વશ્રેષ્ઠ વિકલ્પ બની ગયું છે, અન્ય કોઈ સંપત્તિની સાપેક્ષે સોનુ વધુ વળતર આપનારું રોકાણ બન્યું છે જેના લીધે ચોક્કસ સોના તરફનું આકર્ષણ વધતું જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલ લોકો રોઝ ગોલ્ડ, ગ્રીન ગોલ્ડ અને પ્લેટિનમ લેવા તરફ પણ વધુ આકર્ષણ ધરાવી રહ્યા છે.
સોનામાં કરેલું રોકાણ ક્યારેય એળે જતું નથી જતું : કેયુર આડેસરા (પોપ્યુલર જવેલર્સ)
કેયુર આડેસરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના માહોલમાં સોનાના ભાવ ને કારણે ગ્રાહકોના મનમાં અનેક પ્રશ્નો રહે છે પરંતુ ભવિષ્ય માં સોનાના ભાવ વધવાની શકયતા છે.લોકો એવરેજ ગણત્રી કરી સોનાની ખરીદી કરી શકે છે.સોનામાં કરેલ ઈન્વેસ્ટમેન્ટ ક્યારેય ફેઈલ નથી થતું.લોકો હાલ લગ્ન સિઝનની પણ ખરીદીમાં લાગ્યા છે માટે ગ્રાહકો તો સતત ચાલુ છે.સોનાની મોટી આઇટમમાં વહેંચાણ ઓછું છે.પરંતુ લાઈટ વેઇટ જવેલરી સતત લોકો ખરીદી રહ્યા છે. સોનું રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે ભાવ વધતા લોકો ભારેખમ આભુષણની સાપેક્ષે લાઇટ વેઇટ ઘરેણાની ખરીદી કરી રહ્યા છે.
એક નજરમાં જ ગમી જાય તેવી જવેલરી અને તેમાં પણ 100% સુધી મેકિંગ ચાર્જમાં છૂટ : આરતીબેન પરમાર (અર્જુન જવેલર્સ)
અર્જુન જવેલર્સના ફ્લોર મેનેજર આરતીબેન પરમારે જણાવ્યું હતું કે, ભારતમાં ધનતેરસની જેમ આખાત્રીજ નિમિત્તે પણ સોનુ ખરીદવાનું મહત્વ ખુબ જ અનન્ય છે ત્યારે અર્જુન જવેલર્સ આ તકે લોકોને 100% સુધી મેકિંગ ચાર્જમાં રાહત આપી રહ્યું છે ત્યારે લોકોને આજે જ અર્જુન જવેલર્સની મુલાકાત લેવા હું આમંત્રણ પાઠવું છું. તેમણે વધુમાં કહ્યુ હતું કે, અમારી પાસે ઇટાલિયન કલેક્શન, લાઈટ વેઇટ જવેલરી, બ્રાઇડલ જવેલરી સહીતની તમામ લેટેસ્ટ જવેલરીનો ભંડાર છે જે ખરીદનારને એક જ નજરમાં ગમી જશે.