નવી દિલ્હી હાઈકોર્ટે જન હિત અરજી ફગાવી: વંદે માતરમને રાષ્ટ્રગીતનો સમાન દરજજો ન જ આપી શકાય
રાષ્ટ્રગીત જન ગણ મનની સમકક્ષ વંદે માતરમ ન ગણાય તેમ નવી દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરવા દરમિયાન કહ્યું હતું. આ મામલો એવો છે કે બંકીમ ચંદ્ર ચટોપાધ્યાય દ્વારા લિખિત રાષ્ટ્રગીત જન ગણ મન સાથે અન્ય એક માતૃભકિત કે માતૃવંદના ગીત વંદે માતરમને સમકક્ષ ગણવા નવી દિલ્હી હાઇકોર્ટમાં પીઆઈએલ એટલે કે એક જન હિત અરજી દાખલ કરવામાં આવી હતી.
નવી દિલ્હી હાઈકોર્ટના એકિટવ ચીફ જસ્ટીસ ગીથા મિતલ અને જસ્ટિસ હરિપ્રસાદ ચોરસિયાએ આ જનહિત અરજીનું સંજ્ઞાન લઈ તેની સુનાવણી કરી હતી. બન્ને જજોએ સુનાવણી કરવા દરમિયાન જણાવ્યું હતું કે, જનહિત અરજીમાં કરાયેલી માંગ સાથે અદાલત સહમતી દર્શાવે છે પરંતુ તેને કાયદેસર માન્યતા આપી શકાય નહીં. એટલે કે વંદે માતરમ એ માભોમનું સ્તુતી ગાન જ‚ર છે પરંતુ રાષ્ટ્રગીત (નેશનલ એન્થેમ) જન ગણ મનની સમકક્ષ ન જ ગણાય. આથી આમાં કોઈ જ ફેરફાર કે છુટછાટને અવકાશ નથી.
આ જનહિત અરજી માન્ય ન ગણવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી દિલ્હી હાઈકોર્ટને ગુજારીશ કરી હતી. આ બાબતના પત્રમાં ગૃહ મંત્રાલયના મુખ્ય સચિવે લખ્યું હતું કે, વંદે માતરમને જન ગણ મન રાષ્ટ્રગીતને સમકક્ષ ન સ્વીકારી શકાય. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે વંદે માતરમ ગીતને ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર (ઠાકુર)એ કલકતામાં રહેતા લખ્યું હતું. દેશની રાજધાની નવી દિલ્હી હાઈકોર્ટમાં જન હિતની અરજી દાખલ કરનારા મોરારકા દેસાઈએ દલીલ કરી હતી કે ૧૯૫૦માં તત્કાલીન રાષ્ટ્રપતિએ પણ વંદે માતરમ અને જન ગણ મનને એક સમાન ગણવા ભલામણ કરી હતી. આ ફેરફાર કરવા માટે નેશનલ ઓનર એકટમાં ફેરફાર કરવો જોઈએ.