ઘણી વખત દારૂના નશામાં વ્યક્તિ પોતે શું કરી રહ્યો છે તેને તેની પણ ભાન હોતી નથી.તમે અનેક કિસ્સા સાંભળ્યું હશે કે વ્યક્તિ ન કરવાની વસ્તુઓં પણ કરે છે.ત્યારે આવોજ એક કિસ્સો ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બન્યો છે.એક યુવાન દારૂના નશામાં ધુત મોબાઇલના ટાવર (Mobile tower) પર ચઢી ગયો હતો.આટલુ જ નહિ પરંતુ તે ત્યાં ચડીને “વંદે માતરમ” ના નારા લગાવતો હતો.
મળતી માહિતી પ્રમાણે નડિયાદ ખાતે આવેલા અમદાવાદી દરવાજા બહાર કબ્રસ્તાન ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. 150 ફૂટથી ઊંચા બી.એસ.એન.એલના ટાવર પર આ યુવાન ચડ્યો હતો. યુવાન છેક ટાવરની ટોંચ સુધી પહોંચી ગયો હતો અને ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. યુવાન દારૂના નશામાં હોવાનું માલુમ પડ્યું હતું. યુવાન ટાવર પર ચઢી ગયાની વાત જાણીને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
યુવકના આવા ડ્રામા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ યુવાનને નીચે ઉતારવા માટે સજાવ્યો હતો.બાદમાં અમુક સ્થાનિક યુવાનો પણ ટાવર પર ચઢ્યા હતા અને યુવાનને મહામહેનતે ટાવર પરથી નીચે ઉતરવા માટે સજાવ્યો હતો. યુવાન ટાવર પર ચઢી ગયાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ યુવાનને નીચે ઉતાર્યાં બાદ પોલીસે યુવાનની અટકાયત કરી લીધી હતી. સદનસિબે તમામ લોકોની સમજાવટ બાદ યુવાન સમજીને નીચે ઉતરી ગયો હતો.