15 દિવસ સુધી રાજયભરમાં વિકાસ રથ ફરશે: બે દાયકામાં ગુજરાત સરકારે કરેલા વિકાસ કામોના ગુણગાન ગવાશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજય સરકારના કાર્યક્રમોની વણઝાર વધી રહી છે. શાળા પ્રવેશોત્સવ ક્ધયા કેળવણી મહોત્સવનું આજે સમાપન થઇ રહ્યું છે. દરમિયાન આગામી 4 જુલાઇથી સતત એક પખવાડીયા સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાશે જેમાં છેલ્લા બે દાયકામાં રાજય સરકારે કરેલા વિકાસ કામોના ગુણગાન ગાતો રથ રાજયભરમાં ફરશે જેમાં રાજય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનીક પ્રશાસન જોડાશે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કામોન છેવાડાના લોકો સુધી પહોચાડવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રાજયના તમામ જીલ્લાઓ અને મહાનગરોમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજય સરકારના 18 વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા કામોની જાહેરાત કરવામાં આવશે આ ઉપરાંત વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ સહાયોનું વિતરણ કરવામાં આવશે. તમામ જીલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે.આજે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ પૂર્ણ  થતાની સાથે જ સરકારી અધિકારીઓ ફરી એક વાર એક પખવાડીયા માટે સરકારી કાર્યક્રમોમાં જોગતાય જશે અત્યારથી જ મીટીંગોનો ધમધમાટ શરુ થઇ ગયો છે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા હવે સરકારી કાર્યક્રમોની વણઝાર ફાટી નીકળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.