ઓક્ટોબરથી ટ્રેન શરૂ: અમદાવાદથી સવારે 7:25 વાગ્યે પ્રસ્થાન થઈને  બપોરે 1:30 વાગ્યે મુંબઈ પહોંચાડી દેશે

દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડવા માટે સજ્જ થઈ ગઈ છે અને તેનું ત્રીજું ટેસ્ટિંગ પણ સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હાલ જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાં તેની જડપ બુલેટ ટ્રેન કરતા પણ વધુ છે. જે માત્ર 52 સેક્ધડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. વંદે ભારત ટ્રેનની ટોપ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.  વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ પહોંચી હતી અને ત્રીજું ટ્રાયલ લેવાયું હતું. રેલ મંત્રીએ સંભવાના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,  દિવાળી પહેલાં આ ટ્રેન શરૂ થઇ જશે.

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ટ્રેન હશે. કવચ ટેકનોલોજીથી શુસજ્જ વંદે ભારત  ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે.  સુરક્ષાની નવી ટેક્નોલોજીથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેનને 12 ઓગસ્ટના રોજ ચેન્નઇમાં  ’કવચ ટેસ્ટ’ પાસ કરી લીધો છે. વંદે ભારત દેશની પ્રથમ એવી ટ્રેન છે જેમાં કવચ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કવચ ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જે ટ્રેનોને પરસ્પર ટકરાતા બચાવે છે. એક પાટા પર બે ટ્રેનો સામ-સામે આવતાં કવચ ટેક્નોલોજીની મદદથી ટ્રેન 380 મીટર પહેલાં જ અટકાવી દેવામાં આવશે. જેનાથી દુર્ઘટના અટકી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.