સોશ્યિલનો ઉન્માદ જંગલીયાત પર ઉતર્યાં!!
બે આરોપીઓની ધરપકડ: મુખ્યમંત્રી ગેહલોતે શાંતિ જાળવવા કરી અપીલ
રાજસ્થાનના ઉદયપુરમાં ધોળા દિવસે યુવકની હત્યાની ઘટના બાદ તણાવની સ્થિતિ સર્જાઈ છે. હત્યાની આ ઘટના બાદ ઉદયપુરમાં 24 કલાક માટે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરવામાં આવી છે. હત્યાની આ ઘટના બાદ શહેરમાં તણાવની સ્થિતિ જોતાં મુખ્યમંત્રી અશોક ગહલોતે શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી છે. તેમણે આ વિડીયો વાયરલ નહીં કરવાની પણ અપીલ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરું છું. હત્યાની આ ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 6 વિસ્તારોમાં રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કરાયો છે.
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનારા ઉદયપુરના યુવકની ઘાતકી હત્યાની ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે. ત્યાં વિપક્ષમાં બેઠેલી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ આ ઘટના પર એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે ઉદયપુરની ઘટના શરમજનક છે. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને ગૃહમંત્રી પર પણ નિશાન સાધ્યું. તેમણે એવું પણ કહ્યું કે મૃતક ક્ધહૈયાલાલને સુરક્ષા પૂરી પાડવામાં આવી નહીં. એક ટ્વિટ કરવાથી બધું સારું નહીં થઈ જાય.
યુવકની હત્યાની આ ઘટના ઉદયપુર શહેરમાં આવેલી માલદાસ સ્ટ્રીટની છે. અહીં 2 થી 3 લોકોએ એક યુવકની હત્યા કરી છે. જાણકારી મુજબ, મૃતક ક્ધહૈયાલાલના 8 વર્ષના દીકરાએ તેઓના મોબાઈલમાંથી નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યારબાદ પોલીસે ક્ધહૈયાલાલની ધરપકડ કરી હતી. તેમ છતાં કેટલાંક લોકો ક્ધહૈયાલાલને સતત ધમકી આપી રહ્યા હતા અને મંગળવારે તેના પર હુમલો કરીને હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટના મુદ્દે શરૂ થયેલા વિવાદ બાદ ક્ધહૈયાલાલને મારી નાખવા માટેની ધમકીઓ મળી રહી હતી. સતત ધમકીઓ મળતા ક્ધહૈયાલાલ ડરી ગયો હતો. તેણે પોલીસ પાસે સુરક્ષા પૂરી પાડવા મદદ માગી હતી પણ પોલીસે ગંભીરતાથી તેની નોંધ લીધી નહોતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ક્ધહૈયાલાલની ધરપકડ પછી પણ હત્યા કરનારા આરોપીઓ તેને ડરાવતા અને મારી નાખવાની ધમકી આપતા હતા. ઉદયપુરની માલદાસ સ્ટ્રીટમાં ધોળા દિવસે હત્યા થતાં વેપારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ ઘટના બાદ એક પછી એક તમામ વેપારીઓએ દુકાન બંધ કરી દીધી. તેમણે બજાર બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો.