વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર વિશ્વગુરૂ લક્ષ્મીનારાયણનંદગીરીની ‘અબતક’ સાથે ખાસ વાતચીત
વ્યંઢળોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ભગવાનના ૪ જન્મમાં થયેલ છે અને જો શ્રીખંડી ન હોત ને તો ધર્મ જ સ્થાપિત ન થાત, ત્યારે આ વ્યંઢળ સમાજને સમાજ તરફથી તરછોડવામાં આવી રહ્યો છે, અને અમુક વિધર્મીઓ દ્વારા વ્યંઢળો નાં ધર્મ પરિવર્તનની દુષ્ટ ચેસ્ટા થઈ રહી છે ત્યારે વિધર્મીઓનાં આક્રમણને અટકાવવા અમારે દશનામ પરંપરા મુજબ વ્યંઢળ પીઠની સ્થાપના કરવી પડી છે અને ભારત વર્ષમાં વ્યંઢળ અખાડા તરીકે અમે સ્થાપિત થયા છીએ, તેમ વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર વિશ્વગુરુ લક્ષ્મીનારાયણનંદગિરિએ અબતકને જણાવ્યું હતું.
વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વરે ગર્વભેર એ પણ કહ્યું હતું કે, અમારામાં અલખ જાગી છે, અને અમને ૨૦૧૯ નાં કુંભ મેળામાં શાહી સ્નાનમાં સ્થાન મળ્યું છે, અને અમને અગ્નિ અખાડામાં વ્યંઢળ અખાડા તરીકે માન્યતા પણ મળી ચૂકી છે. અને ધર્મની ધ્વજા હાથમાં લીધી છે. જુનાગઢના ભવનાથ શ્રેત્ર અને શિવરાત્રિ મેળા વિશે આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરીએ જણાવ્યું હતું કે, ભવનાથ શ્રેત્રમા આવી મને અલોકિક અનુભૂતિ થઇ છે, અહીંના ગીરીનારીનું દુનિયાભરમાં ખૂબ મહત્વ છે, આ તો તપોભૂમિ છે અને શિવરાત્રિના મેળા, રવેડિ તથા શાહી સ્નાનનું પણ ઘણું ઉચ્ચું જ મહત્વ છે.
મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરીનાં જણાવ્યા અનુસાર મંગળવારે અહી મૂચ કંદ ગુફા ખાતે ભવનાથ શ્રેત્રનાં સંતો, મહંતોની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં અખાડા પરિષદના જનરલ સેક્રટરી હરીગીરી બાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદ બાપુ, મહામંડલેશ્વર ભારતિબાપૂ, ગિરનાર શ્રેત્રનાં પીઠાધિશ્રર શ્રી જયશ્રીકાનન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતની ભવનાથના મેળા દરમિયાન યોજાતી રવેડીમાં વ્યંઢળ અખાડા ને સ્થાન આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે સૌ પ્રથમ વખત વ્યંઢળ અખાડાના મહામડલેશ્વરો, શ્રીમહંત તથા સાધ્વીઓ મોટી સંખ્યામાં જોડાશે.
વ્યંઢળ અખાડા બાબતે આચાર્ય મહામંડલેશ્વરે સને ૨૦૧૯માં હરિગીરિ બાપુ પિતાતુલ્ય બન્યા, સનાતન ધર્મની રક્ષા માટે અને વ્યંઢળ સમાજને ધર્મ પતનથી બચાવવા વ્યંઢળ અખાડાની સ્થાપના કરી, અને અમને અગ્નિ અખાડામાં સમાવી, ઐતિહાસિક કહી શકાય તે રીતે કુંભ મેળામાં શાહી સ્નાન માટે અનુમતિ મળી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ સાથે બે મહિના પહેલા નક્કી કર્યું કે મહાશિવાત્રિ ભવનાથમાં મનાવિશું, અમે આ પાવન ભૂમિમાં આવ્યા, ભવનાથ દાદાના પાવન દર્શન કર્યા, અને એ સાથે જ શિવરાત્રિ મેળામાં અમોને આગવું સ્થાન મળ્યું છે. જે પણ એક ઐતિહાસિક બાબત ગણાશે અને આ વર્ષની રવેડીમા અમે જોડાશું અને ૨૦૨૦ ની શિવરાત્રિની રવેડિમાં ઇતિહાસ સ્થાપિશું.
અબતક સાથેની મુલાકાતમાં આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ આનંદગિરિ એ વધુમાં જણાવ્યું હતું કે વ્યંઢળ અખાડાના ગુજરાતના પ્રથમ મહામંડલેશ્વર તરીકે ૨૦૨૧ માં હરિદ્વાર ખાતે યોજાનાર કુંભ મેળામા વડોદરાના વીણા માસીનો પટાભિશેક થશે, સાથોસાથ ગુજરાતમાં વડોદરા તથા આણંદ અને જુનાગઢના ભવનાથ શ્રેતરમાં વ્યંઢળ અખાડા દ્વારા આશ્રમ સ્થપાશે.
પૂર્વાશ્રનમાં ખુબ સંઘર્ષ કરી ચૂકેલા વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર વિશ્વ ગુરુ લક્ષ્મીનારાયણનંદગીરી અંગે જાણવા મળેલ વિગત મુજબ તેમણે પૂર્વાશ્રનમાં અનેક કઠિનાઈ અને તેની સામે સંઘર્ષ કરેલ છે, બાદમાં તેઓ એક સેલિબ્રિટી તરીકે પણ ઉભરી આવ્યા હતા અને બિગબોસ, દસકા દમ જેવા ટીવી શોમાં પણ આવી ચૂક્યા છે, બાદમાં પોતાના સમાજ માટે ધર્મની ધ્વજા હાથમાં લીધી અને પોતાના સમાજ માટે કુંભ મેળામા શાહી સ્નાનમાં સ્થાન અપાવ્યું, જો કે ત્યારે પણ તેનો ખૂબ જ વિરોધ થયો હતો, પણ સત્યતા સાથે ચાલી, શિવરાત્રિના ભવનાથના મેળામાં પણ રવેડીમા સ્થાન મેળવી એક ઇતિહાસ સર્જી રહ્યા છે, અને ભવિષ્યમાં ગુજરાતમાં મહામંડલેશ્વરના પટ્ટા ભીશેકની અને આશ્રમ સ્થાપવાની જાહેરાત પણ કરી છે.
વ્યંઢળ અખાડાના પ્રથમ મહામંડલેશ્ર્વર બનશે વીણા માસી
આગામી ૨૦૨૦માં હરિદ્વાર ખાતે યોજાનાર કુંભમેળામાં વડોદરાના વીણા માસી ગુજરાતના વ્યંઢળ અખાડાના પ્રથમ મહામંડલેશ્વર બનશે તેવી વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણનંદગિરીએ જાહેરાત કરતા ગુજરાતના વ્યંઢળ સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. જૂનાગઢના શિવરાત્રી મેળામાં પધારેલા વ્યંઢળ અખાડા અખાળાનાં આચાર્ય મહામંડલેશ્વર સાથે વડોદરાથી વીણા માસી પણ જુનાગઢના ખાતે આવ્યા છે, અને તેઓ પણ શિવરાત્રીની રાત્રે યોજાનારા રવેડી તથા શાહી સ્નાન માં જોડાશે, તેમ વીણા માસી અબતકને જણાવ્યું હતું. વીણા માસીના વધુમાં જણાવ્યા અનુસાર તેમનો હરિદ્વાર ખાતે ૨૦૨૧ ના કુંભમેળામાં પટા ભિશેક થશે અને ગુજરાતમાં વડોદરા, આણંદ તથા જૂનાગઢમાં પણ અખાડાના આશ્રમો સ્થાપિત થશે. વીણા માસીએ મુલાકાતમાં વધુમાં જણાવ્યું હતું કે અમોએ હવે ધર્મ ધજા હાથમાં લીધી છે અને અમારા અખાડાને અગ્નિ અખાડામાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે અમે ધર્મની રક્ષા માટે સતત કાર્યશીલ રહેશું.