સાસણ સફારી પાર્કમાં સિંહણે જીપ્સીના ટાયરને બચકા ભર્યાના વાયરલ વીડીયોએ મચાવી ધુમ
સાસણના દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન વેળાએ પહોંચેલા પ્રવાસીઓની જીપ્સી કાર નજીક એક સિંહણે આવી જીપ્સી ફરતા આંટા ફેરા મારી ટાયરને સુંઘતા લાગતા, પ્રવાસીઓમાં ભારે રોમાંચ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારે તેના કેમેરામાં કેદ કરી હતી. જે વાયરલ થતાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે જોવાઈ રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.
વાઈડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સિંહણ સાસણના દેવળીયા સફારી પાર્કમાં વિઝીટે ગયેલ પ્રવાસીઓની જીપ્સી કાર નજીક પહોંચી ગઈ હોવાનું અને આ સિંહણ જીપ્સી ફરતે રાઉન્ડ મારી ટાયરને સૂંઘી, ટાયરને હળવા બચકા ભરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. જે સોશિયલ મીડિયાના દર્શકો માટે એક ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી બાજુ આ વાયરલ થયેલ વિડીયો અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારે આ વિડીયો ગત 31 માર્ચના રોજ કેમેરામાં કંડાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા દેવળિયા સફારી પાર્કમાં જ્યારે પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચ્યા હતા અને પ્રવાસીઓની જીપસીઓ સિંહ દર્શન કરી રહી હતી એવા જ સમયે એક સિંહણ ત્યાં આવી અને જીપસી ફરતે રાઉન્ડ મારતા પ્રવાસીઓ સહિતનો જીપનો કાફલો થંભી જવા પામ્યો હતો અને ઘડીભર માટે પ્રવાસીઓ પણ રોમાંચિત થયા હતા અને ખૂબ જ નજીકથી સિંહણના દર્શન થતાં તેમનો પ્રવાસ સફળ થયો હોવાની ખુશી વ્યક્ત કરી હતી.