ઉમરગામ, રામ સોનગડવાલા

વરસાદી મોસમના કારણે આજુ-બાજુનું વાતાવરણ એકદમ સુંદર થઈ જાય છે. લોકો સ્પેશિયલી વરસાદી વાતાવરણ માણવા માટે હિલ-સ્ટેશન જેવા સ્થળોએ જતાં હોય છે. ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઠેર-ઠેર લીલોતરી જોવા મળી રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાં દેખાઈ રહ્યા છે. વલસાડનું યાત્રા ધામ એવા પારનેરા પર્વત પર પણ આવા અદભૂત નજરાના દર્શન આપણે નીચેના વિડીયોમાં કરી શકીએ છીએ. પારનેરા ડુંગરનો અવકાશીય નજારો જોતાં જ આપણને જોતાં જ ઘર બેઠા વાતાવરણનો લૂફત ઉઠાવી શ્કિએ છીએ.

વલસાડથી ૬ કિલોમીટર દૂર પાર નદીના નામથી જાણીતા બનેલા ૫૦૦ ફૂટ ઊંચા પારનેરા ડુંગર પર વરસાદી મોસમના કારણે નયન રમ્ય નજારો જોવા મળ્યો છે. આ ડુંગરને જોઈને એવું લાગે છે કે લીલીછમ ચાદર ઓઢી હોય તેવું મનોહરી દ્રશ્ય જોવા મળી રહ્યું છે. યાત્રા ધામ પારનેરાના દાદરા પર પાણીનો પ્રવાહ જોવા ધોધની જેમ જોવા મળી રહ્યો છે. સીડીઓ પરથી પાણી ખળ-ખળ વહી રહ્યું છે. આવા નજરાને જોતાં આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.