દારૂ નશામાં છાટકો બનેલ વલસાડ મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતો રંગે હાથે ઝડપાયો વલસાડ પોલીસ એ સતીશ નામના પોલીસ કર્મીની તેની દારૂ ભરેલી કાર સાથે ધરપકડ કરી
એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી પર ગુજરાત પોલીસ રોક લાગવી દારૂની તસ્કરી પર લાલ આંખ કરી છે ત્યારે દમણથી દારૂની હેરાફેરી ખુદ પોલીસ કર્મી ઓજ કરે છે આજ રોજ વલસાડ જિલ્લાના મરીન પોલીસમાં ફરજ બજાવતા સતીશ નામક પોલીસ કર્મી પોતાની મારુતિ સ્વીફ્ટ કાર નંબર GJ_15_CG_5500માં દારૂ હેરાફેરી કરતો ઝડપાયો છે.
સતીશ નામનો પોલીસ કર્મી દમણથી દારૂ લઇ વલસાડ આવતી વેડા દારૂ નાશમાં કાર પુરપાટ હંકારતા વલસાડના અબ્રામા નજીક ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી તરફ આવેલ ઘરમાં ઘુસી ગઈ હતી સ્થાનિક લોકોએ વલસાડ સીટી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવીને દારૂ ભરેલી કાર અને દારૂ પીધેલ હાલતમાં પોલીસ કર્મીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
જોકે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીનું શુટિંગ દરમિયાન દારૂના નશામાં છાટકો બને પોલીસ કર્મી મીડિયા કર્મી પર પણ હુમલો કર્યો હતો અને કેમેરા પર હાથ મારીને પોતાની દાદાગીરી બતાવતો નજરે પડ્યો હતો વલસાડ પોલીસએ સતીશ નામના પોલીસ કર્મીની કાર માંથી 5 થી વધુ દારૂની પેટી મળી આવી હતી હાલ તો વલસાડ પોલીસએ પકડાયેલા બુટલેગર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com