ઔરંગા નદીમાં આવતા પાણીના વધતા સ્‍તર એટલે કે આવનાર સંભવિત પૂર વિષે આગોતરી માહિતી મળી શકે અને પુરના કારણે થતું નુકશાનીનું પ્રમાણ ઓછું કરી શકાય એ માટે વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી સી.આર.ખરસાણ દ્વારા અર્લી વોર્નિંગ ફોર ફલડ મેનેજમેન્‍ટ અંગેની ગોઠવણી પાયલોટ પ્રોજેકટ તરીકે કરવામાં આવ્‍યો હતો. આ ઇ-મેઘ(અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) પ્રોજેકટને દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય કક્ષાનો સ્‍કોચ ગોલ્‍ડન એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ગત વર્ષે ચોમાસની ઋતુ દરમિયાન નદીમાં વધારે પાણી આવવાના સમયે સતત બે વખત અર્લી વોર્નિંગ સીસ્‍ટમનો ઉપયોગ કરી માલ-મિલકતને થતું નુકશાન અટકાવાયું હતું. આમ આ રીતે અર્લી વોર્નિંગ સીસ્‍ટમ દ્વારા વલસાડ શહેર તથા નીચાણવાળા વિસ્‍તારોમાં પૂર જેવી પરિસ્‍થિતિમાં આગમચેતી આપી સાવચેત કરાયા હતા.

22 6 2018 Press Conference        વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, ઔરંગા નદીમાં આવતા પુર સંદર્ભે અગાઉના ૨૦ વર્ષના ડેટા એકત્ર કરવામાં આવ્‍યા છે. તાન અને માન નદી જ્‍યાં ભેગી થાય છે, ત્‍યાં ભૈરવી ખાતે ઔરંગા નદી પર અલ્‍ટ્રા સાઉન્‍ડ કેમેરા સીસ્‍ટમ ગોઠવવામાં આવી. આ સીસ્‍ટમ આધારે ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ શાખામાં નદીનું લેવલ કેટલું છે, તેની અસર વલસાડ શહેર વિસ્‍તારમાં કેટલી થશે, તે કમ્‍પ્‍યુટર ઉપર દર્શાવે છે. આ ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ)ને એવોર્ડ માટે દરખાસ્‍ત કરવામાં આવી હતી.

કલેકટરના જણાવ્‍યા અનુસાર દેશભરમાંથી ૧૦૦૦ ઇનોવેટીવ દરખાસ્‍તો કરવામાં આવી હતી. જેમાં ૨૫૦ દરખાસ્‍તો ફાઇનલ થઇ. દિલ્‍હી ખાતે જઇને પ્રેઝન્‍ટેશન કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ ઓનલાઇન વોટિંગ પણ થયું. ડેલીગેટ્‍સ માર્ક મળી વહીવટીતંત્રના સારા પ્રયાસ બદલ સ્‍કોચ ગોલ્‍ડ એવોર્ડ મળ્‍યો છે.

22 6 2018 Press Conference 1        ખાસ કરીને નદી પર ડેમ નથી, પર્વતીય વિસ્‍તારો છે. એવી નદી પર તથા નીચાણવાળા વિસ્‍તારોમાં લોકોને સાવચેત રહેવા ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) ઉપયોગી નીવડી શકે છે. ગુજરાતમાં ઇનોવેટીવ વિચારો માટે દાહોદને માતા મરણ -બાળ મરણ ઘટાડવા- સીલ્‍વર એવોર્ડ અને જુનાગઢ એન.આઇ.સી.ને એવોર્ડ મળ્‍યો છે.

વલસાડમાં લોકોને એલર્ટ કરી શકાય તે માટે ભાગવડાવડા, લીલાપોર, ધમડાચી વલસાડ ખાતે સાયરન પણ મૂકવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.