રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ વલસાડ જિલ્લામાં પણ વહીવટી તંત્ર સતર્ક થયું છે. જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો વલસાડ , પારડી , ધરમપુર , કપરાડા અને ઉમરગામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે અત્યારથી જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

વલસાડ જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર 6 લાખ 82,252 પુરુષ મતદારો નોંધાયા છે ત્યારે 6 લાખ 43,863 સ્ત્રી મતદારો નોંધાયા છે. આમ જિલ્લાના કુલ 1392 મતદાન મથકો પરથી 13 લાખ 26,460 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.આ વખતે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

વધુ માં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ વખતે એક વિશે એપ તૈયાર કરવામાં આવી છે. GPS સિસ્ટમ આધારિત વલસાડ DEO નામની આ એપમાં વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ફરજ બજાવતા ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફની માહિતી મળી રહેશે અને સાથે જ મતદારોને પણ પોતાના મતાધિકાર અને મતદાન મથક અંગેની વિશેષ માહિતી પણ મળશે.

મતદારોને પોતાના ઘરથી મતદાન મથક સુધી પહોંચવા ટૂંકો રસ્તો પણ બતાવશે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સ્ટાફની જીપીએસ લોકેશન સહિતની માહિતી પણ મળી રહેશે. વધુમાં વલસાડ જિલ્લો બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ને અડીને આવેલો હોવાથી આ આંતરરાજ્ય બોર્ડર ઉપર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ..અને દારૂ અને નાણાકીય હેરફેર પર બાજ નગર રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.