- કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- રૂ. 21.35 કરોડના ખર્ચે તૈયાર થશે મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગ
Valsad : ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોલકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ હસ્તે વલસાડમાં 21. 35 કરોડના ખર્ચે નવી બનનાર મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે 52.5 કરોડના કુલ 14 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવામાં અવાયું હતું. જેમાં નગરપાલિકા વિસ્તારામાં રૂ. 27.80 કરોડની ભૂગર્ભ ગટર યોજના, રૂ. 6.60 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, રૂ. 76.90 લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી, રૂ. 1.66 કરોડની વરસાદી બોક્સ ગટર, રૂ. 1.70 કરોડના વરસાદી પાઇપ ગટર સહિતના વિવિધ વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતી સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વલસાડ નગરપાલિકા હસ્તકના શાકભાજી માર્કેટ ની નવી બિલ્ડીંગ નિર્માણ સહિત કુલ ૧૪ જેટલા વિકાસકાર્યો માટે ખામુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, નાણાં મંત્રી કનુ દેસાઈએ વલસાડ નગરપાલિકા વિસ્તારામાં રૂ. 27.80કરોડની ભૂગર્ભ ગટર યોજના, રૂ. 6.60 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, રૂ. 76.90 લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી, રૂ. 1.66 કરોડની વરસાદી બોક્સ ગટર, રૂ. 1.70 કરોડના વરસાદી પાઇપ ગટર, રૂ. 40.78 લાખના ખર્ચે રોડ રિસર્ફેશિંગ, રૂ. 3.33 કરોડના ખર્ચે અબ્રામા વોટર વર્કસ ખાતે 20+20 લાખ લિટર અંદર ગ્રાઉન્ડ સંપ, રૂ. 8.49 લાખના ખર્ચે પોકેટ ગ્રાઉન્ડમાં પેવર બ્લોક અને ટોઇલેટ બ્લોકની, રૂ. 45.02 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોનું પ્રાથમિક ધોરણે અપગ્રેડેશન, રૂ. 83.60 લાખના ખર્ચે એનિમલ ઈન્સિનરેટર વીથ સિવિલ વર્ક કામગીરી, રૂ. 80.92 લાખના ડામર રોડ, રૂ.13.91 લાખની ડ્રેનેજ લાઇન અને રૂ. 29.88 લાખના અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નૈમેશ દવે, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ,વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલ સોલંકી,વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ શહેર ભાજપ પ્રમુખ કનદર્પ દેસાઈ,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ કિશોર પટેલ,વલસાડ શહેર મહામંત્રી ધર્મીન શાહ,વલસાડ નગરપાલિકાના પૂર્વ સભ્યો,શહેર સંગઠનના હોદેદારો વહીવટ્દાર અને પ્રાંત અધિકારી વિમલ પટેલ,વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ,સીટી ઈજનેર હિતેશ પટેલ, સંગઠન કાર્યકર્તાઓ, શાકભાજી માર્કેટ એસોશિયેશનના સભ્યો, દુકાનદારો, વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : રામ સોનગઢવાલા