હાલમાં થોડા થોડા દિવસોના અંતરે આગ અથવા તો બ્લાસ્ટના બનાવો સામે આવે છે. જેમાં હોસ્પિટલ, કંપની, કારખાનામાં આગના વધુ બનાવો જોવા મળે છે. જેના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. હાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા નજીક એક બ્લાસ્ટની ઘટના સામે આવી છે.
વલસાડ જીલ્લાને અડીને આવેલા પાલઘર જિલ્લાના દાહા તાલુકાના દેહનેપલે વિસ્તારમાં એક બ્લાસ્ટ સર્જાયો હતો. આ બ્લાસ્ટ એક ફટાકડાની કંપનીમા થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પચીસ થી ત્રીસ કિલોમિટરનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ધડાકાની અસર બે કિલોમીટર દૂર સુધી જોવા મલી હતી.
ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આજુ બાજુના વિસ્તારોના ઘરોને મોટા પાયે નુકસાન થયું હતું. બ્લાસ્ટ થતા તેમાં દસેક લોકો ઘાયલ થયા તેવું પણ સામે આવ્યું છે. કલાકોની મહેનત બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સરકારી તંત્ર ઘટના સ્થળે પોહચી ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.