વલસાડ, રામ સોનગડવાલા
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામતા દીવાલ, વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે ત્યારે વલસાડના શાકભાજી વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઇ હતી.
આશરે 40 વર્ષ જૂની નગર પાલિકા હસ્તક બિલ્ડીંગનો સ્લેબ પડતા ગ્રાઉન્ડ પર નીચે આવેલી દુકાનમાં નુકશાન થયું હતું. જો કે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં દુકાન માલિકનો ચમત્કારી બચાવ થયો છે.
મોટી દૂર્ઘટનાની રાહમાં પાલિકા..??
વલસાડના શાકભાજી વિસ્તારમાં સ્થિત 120 આવાસમાં વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં પાલિકા દ્રારા કોઈ પણ પગલાં લેવાતા નથી. તેમ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ મુકવામાં આવી રહ્યો છે. તો શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે..?? તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.