વલસાડ સમાચાર
રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કર્મચારીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ત્રીજાની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.