- સરહદ ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2024-25માં ટર્નઓવરમાં 9.09% ટકાનો વધારો નોંધાયો
ગાંધીધામ કચ્છ જિલ્લાની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચૂકેલ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા વર્ષ 2023-24 ની તુલનામાં વર્ષ 2024-25ના ટર્ન ઓવરમાં 9.09%નો વધારો થયો છે. તેમજ દૂધ સંપાદનમાં ગત વર્ષની તુલનામાં 8.71% નો વધારો થયો છે.
સરહદ ડેરી દ્વારા વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષમાં દૈનિક 4,42,901 લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર 1100 કરોડ થયેલ હતું જે વર્ષ 2024-25 માં દૈનિક 4,81,471 લિટર દૂધ અને 1200 કરોડ (પ્રો) રૂપિયાનું વાર્ષિક ઊથલો નોંધાવેલ છે. જે ગત નાણાકીય વર્ષની તુલનામાં ઊથલામાં 9.09% નો વધારો તેમજ દૂધ સંપાદનમાં 8.71% નો વધારો દર્શાવે છે. આ પ્રકારે વિક્રમજનક ઐતિહાસિક ટર્નઑવર નોંધાયું છે તથા મહત્તમ દૂધ સંપાદન 5 લાખ 61 હજાર થયેલ છે જે કચ્છ ના પશુપાલકો માટે નવો જ કીર્તિમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઊંટડીના દૂધમાં પણ ચાલુ વર્ષે દૈનિક 4754 લિટર પ્રતિ દિન જેટલું ઊંટડીના દૂધનું ઉત્પાદન થયેલ છે તથા 9 કરોડ રૂ. વર્ષ દરમિયાન ઊંટપાલકોને ચૂકવેલ છે. જે પુરવાર કરે છે કે ઊંટપાલકોના જીવનધોરણનું ઊંચું લઈ જવામાં સરહદ ડેરી મહત્વનો ભાગ ભજવી રહી છે.
કોઈ પણ એક જીલ્લા માં ઊંટપાલકો ને વર્ષ દરમિયાન 9 કરોડ રૂ. ચુકવ્યા હોય તેવી દેશની પ્રથમ ઘટના છે જે સરહદ ડેરી ના કારણે શક્ય બન્યું છે.
આઇસ્ક્રીમ પ્લાન્ટ વિષે વાત કરીએ તો માત્ર 1 વર્ષ ના ટૂંકા સમયગાળા માં 50 વેરાયટી નું ઉત્પાદન કરવામાં આવ્યું છે 58000 લિટર મહત્તમ ડિસપેચ કરેલ જે કચ્છ જીલ્લા માં સૌથી વધારે છે જે કચ્છ ના એક માત્ર અમૂલ આઇસ્ક્રીમ પ્લાન્ટ નું 100% વપરાશ દર્શાવે છે. ચાલુ વર્ષે 100 થી વધુ વેરાયટી બનાવવાનું લક્ષ્યાંક છે. દૂધ પ્લાન્ટ વિષે વાત કરીએ તો વર્ષ દરમિયાન 5 નવી દૂધની આઈટમ લોન્ચ કરવામાં આવી હતી. તથા ગત વર્ષની સરખામણીએ દૂધ તથા દૂધ વેચાણ ની વસ્તુઓમાં 16% નો વધારો જોવા મળેલ છે. જે અમૂલ પ્રોડક્ટ તથા સરહદ ડેરીના પ્લાન્ટ નો મહત્તમ વપરાશ દર્શાવે છે.
આ વિક્રમજનક ઐતિહાસિક ટર્નઓવર માટે વલમજીભાઈ હુંબલે તમામ પશુપાલકો, મંડળી ના પ્રમુખ/મંત્રી/સંચાલકો, ડાયરેક્ટર ઓ, સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, તમામ ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, અમૂલ ફેડરેશન, અધિકારીઓ, કર્મચારીઓ, ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને ભવિષ્ય માં આવો જ વિકાસરૂપી સહકાર મળતો રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો