માં અમૃતમ યોજના કાર્ડ થકી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયના વાલ્વની સારવારનો વિના મૂલ્યે લાભ મેળવનાર ૪ વર્ષની દિકરી પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહેશે
૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને આવકારવા દરેક જ્ઞાતિમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વાલ્મીકી સમાજ પણ બહોળી સંખ્યામાં વાલ્મીકી ઋષીની પ્રતિમા પાસે ઉપસ્થિત રહી ૧૦૧ ઢોલી સાથે આવકારવા વડાપ્રધાન અને મુખ્યમંત્રીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ આયોજનની વિગત આપવા વાલ્મીકી સમાજે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વાલ્મીકી સમાજની ૪ વર્ષની દિકરીને હૃદયમાં હોલ તથા હૃદયમાં વાલની તથા ફેફસાની બીમારીથી પીડીત હતી તેને માં અમૃતમ યોજના કાર્ડની મદદથી અમદાવાદ યુ.એન. મહેતા સીવીલ હોસ્પિટલમાં મફત સારવાર મળી હતી આ દીકરીનું પ્રતીક્ષા પ્રવિણભાઈ ટીમાણીયા કે જે એલ.કે.જી.માં અભ્યાસ કરે છે. પિતા પ્રવિણભાઈ પરસોતમભાઈ ટીમાણીયા રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં ફકસ પગારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો આભાર વ્યકત કરેલ છે. વડાપ્રધાનને આવકારવા પરિવાર સાથે તેઓ ઉપસ્થિત રહેશે.
આવનારા દિવસોમાં વાલ્મીકી સેના દ્વારા જનધન યોજના તથા માં અમૃતમ યોજના કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ માટે પછાત વિસ્તારોમા કેમ્પ કરી આ યોજના નો લાભ સહુને મળે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે