નગરપાલિકા બહુમાળી ભવન જન સેવા કેન્દ્ર મામલતદાર ઓફિસ બસ સ્ટેન્ડ કલેકટર ઓફિસ સહિતની સરકારી કચેરીઓમાં વ્યવસ્થાનો અભાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આકરો તાપ પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે તેવા સંજોગોમાં બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તેવા સમય ગાળામાં સરકારી કામ માટે આવતા અરજદારો કલાકો સુધી સરકારી કચેરીઓમાં લાઇનોમાં ઊભા રહે છે અને ભર ઉનાળે સરકારી કામ માટે તાપ અને તડકામાં પણ પોતાના નાના બાળકો લઇ અને ઉભા રહેતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સરકારી કચેરીઓમાં જે અરજદારો સરકારી કામ માટે આવી રહ્યા છે તેમને પીવાના પાણીની પણ સુવિધાઓ કચેરીઓમાં ઉપલબ્ધ નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 61 ટકા એવી કચેરીઓ છે કે જેમાં પાણી પીવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને જો વ્યવસ્થા હોય તો તેવા નળ માં પાણી જ નથી આવતું. તેવા સંજોગોમાં એક તરફ જિલ્લા પ્રશાસન વિભાગ અને વહીવટી તંત્ર અને નગરપાલિકા લોકોની પાણીની સમસ્યા ના હલ માટેના પ્રયાસો હાથ ધરતી વાતો કરી રહી છે પરંતુ તેમની કચેરીઓમાં જ અરજદારોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.