-
માનીતા વ્યકિતને રીઝવવા ભેટ આપવા માટે અવનવી વેરાયટીઓ માર્કેટમાં ઉપલબ્ધ
-
પ્રેમમાં પુજારી એવા સંત વેલેન્ટાઇનને જે દિવસે મૃત્યુદંડ અપાયો તે દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે
પ્રેમીઓના હરખના દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સામાન્ય દિવસે બગીચા કે કોઇ ખુણે ખાંચરે ગુપચુપ રીતે પ્રેમાલાપ કરતાં લવ બર્ડસ છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ર્ચિમી કલ્ચરની ઓળખ ધરાવતા વેલેન્ટાઇન્સ ડેના દિવસે જાહેરમાં પણ રોમાન્સ કરવામાં શરમ અનુભવતા નથી. વેલેન્ટાઇન ડે પ્રેમીઓ નો માનીતો પર્વ છે. ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી વિપરીત છે. છતાં યુવા હૈયાઓ ઉત્સાહપૂર્વક એની ઉજવણી કરે છે.
સમાજ કે ધર્મને જેની સાથે કોઇ લેવા દેવા નથી એવા વેલેન્ટાઇન્સ ડીની લોકવાયકા અનુસાર કોઇક સંત વેલેન્ટાઇનની અંજલીરુપે આ દિવસને દુનિયાભરમાં ઉજવાય છે. સંત વેલેન્ટાઇન સેંકડો વર્ષો પૂવેૃ ઇટાલીના ટેરની શહેરના પાદરી હતા. તેઓ સાચા પ્રેમની અભિવ્યકિતમાં માનતા હતા. અને તેથી હંમેશા સાચા પ્રેમીઓને ભેગા કરવામાં મદદરુપ થતા હતાં. એ સમયમાં એ વખતના શાસકે કાયદો ઘડયો હતો અને તે પોતાના સૈનિકોને પરણવા દેતો ન હતો ત્યારે સંત વેલેન્ટાઇને આ પ્રથાના વિરોધ કરીને અનેક સૈનિકોના લગ્ન કરાવી આપ્યા હતા. એના વિરોધી વલણને કારણે તેમને ૧૪મી ફેબ્રુઆરીના દિવસે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
ત્યારથી લોકો દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઇનની યાદમાં પ્રેમની અભિવ્યકિતનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે ઉજવે છે. તેમજ વેલેન્ટાઇન ડે માત્ર એક દિવસ પુરતો સીમીત નથી રહ્યો પણ અઠવાડીયા પહેલાથી જ એની ઉજવણી શરુ કરી દેવામાં આવે છે.
આવતીકાલથી વેલેન્ટાઇન ડે વીકનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વીકને વધાવવા માટે યુવા ધનમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં આવતીકાલે તા.૭ને બુધવારે વિશ્ર્વભરમાં રોઝ ડેની ઉજવણી કરાશે. જેમાં આ દિવસે પોતાની મનગમતી વ્યકિતને ગુલાબનું પુષ્પ ભેટ આવપામાં આવે છે.
રાજકોટમાં વિવિધ સ્થળોએ અવનવી ગીફટમાં વેરાવટીઓ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં યાટીક રોડ પર આવેલ જોહર કાર્ડ વાળા યુસુફભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે યુવાઓને આકર્ષણ કરતી ગીફટનો અવનવો ખજાનો આવ્યો છે.
જેમાં આ વર્ષે કપલ ટીર્શટ, વીટી, કડા, કાર્ડસ, શોપીસ મેસેજ બોટલ મગેર્સ તેમજ કાર્ડસમાં વિડીયો રેકોડીંગના પ્લેકાર્ડ બોકસ પોપકાર્ડ, ન્યુઝ પેપરવાળા, કાર્ડસ ચોકલેટ, બોકસ કાર્ડ લવ સ્ટોરી બુક, બુકલેટ કાર્ડ, લવ સીગોમ કાર્ડ ઉપરાંત સો પીસ માં રેડીયમ કપલ લોન્સાઇ ટ્રી કપલ કિસ્ટલ કપલ, હાર્ટએપ વાળા જુમર, લાઇટીંગ કેન્ડલ, દરેક સાઇઝના ટેડીબીયર હાર્ટસંપ વાળા પીલો સહીતની વેરાવટીઓ જોવા મળે છે. આ ગીફટ ની વસ્તુમાં ગત વર્ષની સરખામણીએ ૧પ થી ર૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
વેલેન્ટાઇન ડે વીક
-
તા.૭ ફેબ્રુઆરી – રોઝ ડે
-
તા.૮ ફેબ્રુઆરી – પ્રપોઝ ડે
-
તા.૯ ફેબ્રુઆરી – ચોકલેટ ડે
-
તા.૧૦ ફેબ્રુઆરી – ટેડી ડે
-
તા.૧૧ ફેબ્રુઆરી – પ્રોમીસ ડે
-
તા.૧૨ ફેબ્રુઆરી – હગ ડે
-
તા.૧૩ ફેબ્રુઆરી – કિસ ડે
-
તા.૧૪ ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે
હગ ડે માટે ખાસ કપલ હગમગ
જેવી રીતે હગ ડે ના દિવસે એક મેકને ભેટીને લોકો પોતાની લાગણી વ્યકત કરતા હોય છે. ત્યારે જોહર કાર્ડસ ના કપલ મગ પણ એક બીજાને ભેટી પડે છે. જાણીને નવાઇ લાગશે કે કયાંય મગ પણ ભેટી પડતા હશે ? તો આ વખતે વેલેન્ટાઇનના પર્વને ખાસ બનાવવા માટેના ગીફટ આર્ટકલમાં કપલ હગ મગ સૌ કોઇનું આકર્ષણનું કેન્દ્ર બનશે.