અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘લવ ઇઝ ટુ ગીવ?’
‘બી માય વેલેન્ટાઇન!’
સેન્ટ વેલેન્ટાઇન નામના ખ્રિસ્તી પાદરીએ પોતાના પ્રાણની આહુતિ આપીને માનવજાતને, યુવકો-યુવતિઓને પ્રેમના એકરારથી માંડીને પ્રેમઘેલાબનવાનો અને હકક અપાવ્યો એના સ્મરણરુપે અને તા.૧૪મી ફેબ્રુઆરીના દિવસને ‘વેલેન્ટાઇન ડી’ તરીકે ઉજવવામાં આવે છે.અનેક તહેવારોનું મુળ ધર્મમાં હોય છે તેમ ‘વેલન્ટાઇન ડે’ની પ્રેમઘેલી ઉજવણીનું મૂળ પણ ‘ધર્મ’ ની સાથે સંકળાયેલું છે.
કહેવાય છે કે, ઇસવીસન પૂર્વે ૨૦૦માં રોમન રાજા કલોડિયસી બીજાએ પુરૂષોનાં લગ્ન નિષેધનું ફરમાન બહાર પાડીને યુવકો-યુવતિઓના પ્રેમાચાર પર કાનુની પ્રતિબંધ મૂકયો હતો. તેમને તર્ક એવો હતો ક અવિવાહિત પુરૂષ વધુ સારો સૈનિક બની શકે છે.
રાજાના એ ફરમાનનું ઉલ્લંધન કરીને પાદરી વેલેન્ટાઇન છોકરા-છોકરીઓના છૂપી રીતે લગ્ન કરાવી આપતા હતા. રાજાને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે સેન્ટ વેલેન્ટાઇનનો નિર્દય રીતે વધ કરાવ્યો હતો. એ દિવસે ૧૪મી ફેબ્રુઆરી હતી બાદમાં ધીમે ધીમે તા.૧૪મી ફેબ્રુઆરીના દિવસને ‘પ્રણયના એકરાર’ના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરાઇ !
આ ‘પ્રથા’અનેક વર્ષો પછી પણ ચાલુ રહી છે અને એનું સ્વરુપ નવાં નવાં રંગઢંગ સાથે વિસ્તરતું રહ્યું છે !અહીં આશ્ચર્યની બાબત એ છે કે, આ પાદરી વેલેન્ટાઇન વિશ્વભરમાં આદરણીય અને લોકપ્રિય બન્યા છે. ભારતીય લોકો પણ એમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર ધરાવે છે. ગરીબો અને તવંગર વેલેન્ટાઇન-ડેને અનેક રીતે ઉજવે છે.
મુંબઇમાં અને દેશના અન્ય ભાગોમાં લાખો લોકો આ દિવસ ઉજવવા ખાસ ખાસ સ્થળોએ પહોંચે છે. ‘હું તને આટલો બધો પ્રેમ કરું છું’ એ મતલબનું લખાણ ધરાવતા મસ્સમોટાં ટેડીબેર, જુદા જુદા રંગના ગુલાબના ફૂલો, પ્રેમ છલકતી ગિફટસ, આલિંગનો, કિસીસ, રોમાંચક વાર્તાલાપ અને પ્રેમનો એકરાર કરતા મોંધા મોંધા કાર્ડઝ વગેરે બધું દ્રષ્ટિગોચર થાય.
કેડબરીઝે બનાવેલ મોંધાદાટ હ્રદય રૂ ૨૧૦૦ કે તેથીએ વધુ કિંમતે વેચાય છે.કલાકો સુુધી પ્રેમાચાર પછી પણ ‘યે દિલ માંગે મોર’નાં દ્રશ્યો જોવા મળે છે.એક વેલેન્ટાઇન વર્તુળ દર્શાવ્યા મુજબ ‘વેલેન્ટાઇન-ડે’ની તા.૭મી ફેબ્રુઆરીથી શરુ થતી ઉજવણીમાં કરોડો રૂપિયાની કિંમતની ચીજોનું વેચાણ થાય છે. અને અસંખ્ય યુવાનો-યુવતીઓ હૈયે હૈયા મિલાવીને આલિંગનો કરે છે. ટ્રેનોમાં, ટેકસીઓમાં, પ્રાયવેટ વાહનોમાં, બસમાં, ઉદ્યાનોમાં, દરિયા કિનારે, શોપ્સમાં, ટોકિઝોમાં યુવાન-યુગલોની અભૂતપૂર્વ ભીડ જામે છે.
બેખુદી હદસે જબ ગુજર જાયે,
કોઇ કૈસે જિએ, કે મર જાયે !
કોઇ ઠેકાણે તો બેકાબુ પ્રેમની ઉષ્મા ઉભયને ઉભયને ગદ્દગદિત કરે છે!વેલેન્ટાઇનના અર્થની ખબર ન હોય એવા લોકો પણ મોટી સંખ્યામાં આ અવરસને મનાવે છે.હિન્દુઓમાં ધાર્મિક તહેવારો નથી એવું નથી. એની ઉજવણીમાં પણ અસંખ્યા લોકો ગુલતાન બને છે. પરંતુ વેલેન્ટાઇન-ડેની પ્રેમપોચી પળો અને ઇલુ-ઇલુ નાં મિલનની તકો તો વેલેન્ટાઇન-ડે જ પુરી પાડે છે.લવસોંગ્ઝ વાળા રોમાન્સ નીતરતા કાર્ડસ પણ બહુ મોટી સંખ્યામાં વેચાય છે.
યુવાની વટાવી ચૂકેલા દંપતિઓ પણ આ અવસરનો લ્હાવો લે છે, અને કિશોર-કિશોરીઓ પણ હૈયે હૈયાં મિલાવવામાં બાકા રહેતા નથી.પ્રિય પાત્ર પ્રત્યેનો પ્રેમ કિલોમાં તો બતાવી શકાય નહીં એટલે ‘આઇ લવ યુ ધિસ મચ’લખેલા નાનાથી મોટી સાઇઝના ટેડી બેર દુકાનદારો બનાવી આપતા હોય છે.કોલેજના વિદ્યાર્થીઓ તો સ્કૂટરો પર આલિંગન કરતા આમ તેમ ઘૂમે છે.
કેન્ટીનો, રેસ્ટોરન્ટસ અને મેદાનોમાં બેસીને પ્રિયપાત્રો મનભાવતું ખાય-પીએ છે અને ફરી આ રીતે જ હળવા મળવાનાં વાદા કરે છે.એકબીજાના હાથ પર લવ-ચિત્રોનાં ચિત્રણની આપ-લે પણ થાય છે.ભારતના સંતોને પાછળ રાખી દઇને પ્રેમનો અધિકાર અપાવનાર વેલેન્ટાઇન લોકપ્રિયતામાં સૌથી આગળ નીકળી ગયા એ આશ્ચર્યજનક બાબત છે, તો પણ હવે તો ભારતીઓએ પણ તેમને આવકાર્યા છે.સાચા અર્થમાં સમીક્ષા કરીએ તો ભારતને અને જગત આખાને સાચા અને સાત્વિક પ્રેમની ભાષા તો શ્રીકૃષ્ણ જ શિખવી છે. અને યુગો પહેલા શિખવી છે.આવા સાત્વિક પ્રેમનો અનુભવ ગોપીઓએ કર્યો જ હતો. શ્રીકૃષ્ણે બક્ષેલા પ્રેમનજી ભાષા વેલેન્ટાઇન-પ્રેમીઓ પણ શિખિ જાય, એ જરુરી હોવાનું કોણ નહિ કહે?