વાંકાનેરના લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી સાથે રમવામા આવતી રાજયકીય રમતો અને લોહાણા સમાજ સામે રાખવામાં આવતી કીન્નાખોરી કારકીદી ખતમ કરી નાખવા હુમલાનો ભય વિગેરે બાબતો થોડા દિવસથી અખબારો અને સોશ્યલ મીડિયામાં જોરશોરથી જોવા મળે છે.
આ મીની સંમેલનમાં તાલાળાના યોગેશભાઇ ઉનડકટ, મુકેશભાઇ પુજારા-કોડીનાર, નિરવભાઇ મહેતા-રાજકોટ, પ્રકાશભાઇ ઠકરાર-ગોંડલ, ગીરીશભાઇ ઘેલાણી-મોરબી, ચંદ્રવદનભાઇ પુજારા-મોરબી, મુકેશભાઇ ઠકકર-વિરમગામ, સમીરભાઇ રાજાણી-રાજકોટ, ભીખાલાલ પાંઉ-કુવાડવા, અશોકભાઇ પોપટ-મીઠાપુર, મોહનભાઇ બારાઇ-ઓખા, રાજુભાઇ પુજારા-બાવળા, રાકેશભાઇ પુજારા-અમદાવાદ, જયેશભાઇ મોદી-જામખંભાળીયા, કીરીટભાઇ ભીમજીયાણી-રાજકોટ, અભિષેક દેવાણી-કેશોદ ચંદ્રકાંતભાઇ કટારીયા-ટંકારા, ભાવીન સેજપાલ-ટંકારા, મોહીતભાઇ નથવાણી-રાજકોટ, ભરતભાઇ ચોલેરા-જામનગર, ચંદુભાઇ ઓંધીયા-વિરપુર, નવીનભાઇ પુજારા-શાપર, પુનીતભાઇ ગોવાણી-સુરેન્દ્રનગર, ધર્મેશભાઇ કાનાબાર-સુરેન્દ્રનગર સહિતના અગ્રણીઓ તથા મહાજન અને યુવક મંડળના હોદ્દેદારો વાંકાનેરના અગ્રણી જીતુભાઇ સોમાણી, વિનુભાઇ કટારીયા, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, ગીરીશભાઇ કાનાબાર, મહેશભાઇ રાજવીર, નિવૃત મામલતદાર આર.ટી.કોટેક, ચંદુભાઇ હાલાણી, જગદીશભાઇ પુજારા રાજકોટ, ઉત્તમભાઇ રાજવીર લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા અને તેમની ટીમ સહીત સૌરાષ્ટ્રના જુદાજુદા ગામથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોકત અગ્રણીઓએ જીતુભાઇ સોમાણી અને લોહાણા સમાજ સામે રાજકીય કીન્નાખોરી રાખનારાને પ્રવચનમાં આડે હાથ લઇ આ કૃત્યને સૌએ વખોડી કાઢયુ હતું ગુજરાતમાં 90% જેટલા રઘુવંશી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે તન,મન,ધન થી જોડાયેલો છે. ત્યયારે મોરબી જીલ્લા ભાજપ અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા જીતુભાઇ સોમાણી સામે અને લોહાણા સમાજ સામે રખાતા રાગદોહને મંચસ્થ અગ્રણીઓએ ભારે રોષ વ્યકત કર્યો હતો.
વાંકાનેરના લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી સામે રખાતા રાગદ્રોહ અંગે સંમેલન સ્થળેથી જ પ્રકાશભાઇ ઠકરારે લોહાણા સમાજની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વીઠલાણીને ફોન દ્વારા વાકેફ કરતા સતિષભાઇએ પણ આ કીન્નાખોરી સામે અસંતોષ વ્યકત કર્યો હતો અને બાબતે સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજને પ્રતિનિધિ મંડળ સાથે પધારવા અને આ બાબતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને લોહાણા મહાપરિષદના નેતૃત્વ હેઠળ રૂબરૂ રજૂઆત કરવા તૈયારી દર્શાવી હતી.
લોહાણા મહાપરિષદના નેતૃત્વ હેઠળ ટૂક સમયમાં સૌરાષ્ટ્રના લોહાણા સમાજના અગ્રણીઓનું પ્રતિનિધી મંડળ ઉપરોકત બન્ને અગ્રણીઓને રૂબરૂ મળી. સંપુર્ણ બાબતની ધાકેફ કરેશે.
વાંકાનેર ખાતે પધારેલા અગ્રણીઓએ અંતમાં એવો પણ હુંકાર કરેલ કે સી.એમ. અને પ્રદેશ અધ્યક્ષને રજૂઆત બાદ નકકર પરિણામ નહી આવે તો મહાપરિષદનાં પ્રમુખ અને અગ્રણીઓને સાથે રાખી સમગ્ર સૌરાષ્ટ્રનું મહાસંમેલન બોલવવામાં આવશે અને તેમ જે નિર્ણય લેવાશે તે લોહાણા સમાજ તે નિર્ણયને અનુસરી કામગીરી કરશે.