દેશપ્રેમ અને રાષ્ટ્રભકિતથી તરબતર નવયુવા ઇજેનરો અને આકીટેની ફોજ તૈયાર કરતી વીવીપી ઇજનેરી કોલેજ અને ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર દ્વારા ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની દિવસે ઘ્વજ વંદન તથા ભારત માતા પૂજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પ્રજાસત્તાક દિન અને ભારત માતા ઉજવણી પ્રસંગે મોરબી જીલ્લાના ટાઉન પ્લાનર તથા ભુજના ડેવલપમેન્ટ ઓફીસર અતુલભાઇ ભાલોડીયા, અર્ચના ઓટોમેશનના મહેશભાઇ વ્યાસ, ઇન્ફીનીટી ઇન્ફોવેના મેનેજીંગ ડીરેકટર ભાવેશભાઇ, વીવીપીના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, વીવીપી ઇજનેર કોલેજના આચાર્ય ડો. જયેશભાઇ દેશકર, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આકીટેકચરના આચાર્ય દેવાંગભાઇ પારેખ ઉ૫સ્થિત રહ્યા હતા.ઉજવણીની શરુઆત પારંપારિક રીતે ઘ્વજવંદન તથા રાષ્ટ્રગીતના ગાનથી કરવામાં આવી હતી. વિઘાર્થીઓ દ્વારા દેશપ્રેમને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
વીવીપી ના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલએ વિઘાર્થીઓ, અઘ્યાપકગણ તથા કર્મચારીગણની મહેનત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ગુણવત્તાને વખાણી હતી. આ પ્રસંગે વીવીપી વિઘાર્થીઓની ઇવેનટ મેનેજમેન્ટ ટીમ તથા એન.એસ.એસ. ટીમને બિરદાવવામાં આવી હતી.વીવીપી સ્પોટર્સ ફેસ્ટીવલ સ્પિરીટ આઉટડોર-૨૦૧૯ નું પણ ઉદધાટનકરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડોર અને આઉટ ડોર સ્પર્ધાઓ મળી કુલ ૧૭૨૮ વિઘાર્થી-વિઘાર્થીનીઓએ ભાગ લીધેલ હતો.