છત્તીસગઢમાં ૧૨મી નવેમ્બરથી ચૂંટણીના પહેલા તબકકાનો પ્રારંભ
કોંગ્રેસે રાજનાંદ ગાવની સીટમાં બાજપાઈની ભત્રીજી કરૂણાને મેદાનમાં ઉતારી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢની મુલાકાતે હતા ત્યારે કોંગ્રેસે છ ઉમેદવારોના નામની સુચી જાહેર કરી છે. કોંગ્રેસે પહેલા તબકકા માટે ૧૮ સીટોમાંથી ૧૨ નામ જ જાહેર કર્યા છે. અન્ય છ ઉમેદવાર પક્ષના નામો કોંગ્રેસે સોમવારે જાહેર કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં ૧૨મી નવેમ્બરથી ચૂંટણીના પહેલા તબકકાની શરૂઆત થનારી છે.
આ ચૂંટણીમાં બસ્તર અને રાજનાંદ ગાવ ક્ષેત્રની ૮ સીટો સામેલ છે. માટે કોંગ્રેસે રાજનાંદ ગાવની સીટ માટે કરૂણા શુકલાને મેદાનમાં ઉતારી છે. કરૂણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈની ભત્રીજી છે. આ પૂર્વ ક‚ણા ભાજપમાં હતી પરંતુ તેને ટિકિટ ન મળતા ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષને સ્વીકાર્યું હતું. રાજનાંદ ગાવ સીટ માટે ભાજપે ડો.રમનસિંહને કરૂણા સામે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
હવે કરૂણા શુકલા ચૂંટણીના રણ મેદાનમાં સીએમ ડો.રમન સાથે ટકરાશે. છ ઉમેદવારોની જાહેર કરાયેલી સુચી સાથે કોંગ્રેસે બે વિધાયકોની ટિકિટ પણ કાપી નાખી છે. જયારે ગીરવાર જાંઘેલ ખેરાગઢની સીટ ઉપરથી લડશે. આ ચૂંટણી માટે ભુવનેશ્ર્વરસિંઘ બાઘેલ ડોંગરાગઢની સીટ ઉપરથી લડશે અને ડાલેશ્ર્વર શાહુ ડોંગરા ગાવમાં કોંગ્રેસનો જંડો ગાળવાના પ્રયત્નો કરશે.