વડાપ્રધાન મોદી, લાલકૃષ્ણ અડવાણી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિતનાઓએ એઇમ્સની મુલાકાત લીધી
પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજનેતા અટલ બિહારી વાજપેયીની તબીયત અચાનક લથડતા તેઓને દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા છે. ર૦૦૯ થી જાહેર જીવનથી દુર રહેતા વાજપેયીજીની તબીયત લથડતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી સહીતના આગેવાનો તેમની તબિયત પૂછવા એઇમ્સ દોડી ગયા હતા.
૯૩ વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને કિડનીમાં ઇન્ફેડશનની બિમારીને કારણે તબીયત લથડતા ગઇકાલે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ભાજપના સત્તાવાર સુત્રોએ રૂટીન ચેકઅપ માટે એઇમ્સમાં લઇ જવાયા હોવાનું નિવેદન આપ્યું હતું તો બીજી તરફ એઇમ્સનો ડોકટરોએ વાજપેયીજીની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯ થી જાહેર જીવનથી દૂર રહેવા પૂર્વ વડાપ્રધાન અટલજીને ર૦૧પ માં ભારત રત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા થોડા સમયથી વયની ઉમરની સાથે તબિયત નરમ ગરમ રહે છે જેમાં ગઇકાલે તેઓને દિલ્હી એઇમ્સમાં દાખલ કરાતા વડાપ્રધાન મોદી, વરિષ્ઠ મનોહર જોષી સહીતનાઓને તેમના ખબર અંતર પૂછયા હતા.