વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કુંડલી-મનેસર-પલવલ એક્સપ્રેસ (KMP)નું ઉદ્ઘાટન કર્યું. જે બાદ વડાપ્રધાન મોદી ગુરુગ્રામ રેલીને પણ સંબોધિત કરી. આ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનની સાથે જ હવે દિલ્હીને બહારથી આવતાં વાહનોથી રાહત મળશે.એક્સપ્રેસ વે ઉપરાંત વડાપ્રધાને વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીનું શિલાન્યાસ પણ કર્યું. PM મોદીએ અહીંથી જ વલ્લભગઢ-મુજેસર મેટ્રોની શરૂઆત પણ કરી.
This western peripheral expressway had to be completed during commonwealth games, but we all know what was done back then, this expressway was also a victim of that: PM Narendra Modi pic.twitter.com/yZbPHCdTK9
— ANI (@ANI) November 19, 2018
આ એક્સેપ્રેસ વે 2009માં જ પૂરો થવાન હતો પરંતુ અનેક અડચણોના કારણએ કામમાં વાંધા આવતા હતા.જમીન અધિગ્રહણને લઈને પણ અનેક અડચણો સામે આવી.વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EMP)ની સાથે KMP એક્સપ્રેસ વે લગભગ 50 હજાર મોટી ગાડીઓને દિલ્હીમાં આવતા રોકી શકવા માટે સક્ષમ રહેશે. KMP એક્સપ્રેસ વે હરિયાણામાં પાંચ જગ્યાએથી પસાર થશે. જેમાં સોનીપત, ઝઝ્ઝર, ગુરુગ્રામ, મેવાત અને પલવલ સામેલ છે.
આ એક્સપ્રેસ વેની સૌથી મોટી ખાસિયત એ છે કે ચાર મોટાં નેશનલ હાઈવે જોડાય છે. જેમાં NH 1 (દિલ્હી-અંબાલા-અમૃતસર), NH 2 (દિલ્હી-આગ્રા-વારાણસી-દનકુની), NH 8, 6 લેનના આ એક્સપ્રેસ વે પર પાર્કિગની જગ્યા, પેટ્રોલ પંપ, પોલીસ સ્ટેશન, એક ટ્રોમા સેન્ટર, હેલીપેડ, રેસ્ટોરન્ટ અને મનોરંજન કેન્દ્ર હશે.આ રૂટ પર 8 નાના અને 6 મોટા પુલ હશે. આ ઉપરાંત 4 રેલવે બ્રિજ, 34 અંડરપાસ અને 64 ચાલીને જતા યાત્રીના ક્રોસિંગની સુવિધા પણ હશે.