પૂ.વલ્લભરાયજી મહોદયના સાંનિઘ્યમાં પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમિતિ દ્વારા આયોજન: તુલસીદાસ શાસ્ત્રી બાલકૃષ્ણ પ્રભુની બાલ લીલાનું કરાવશે રસપાન: નામ નોંધણી શરૂ: અનુયાયીઓ ‘અબતક’ના આંગણે
પૂજય વ્રજભૂષણલાલજી મહારાજના શતાબ્દી પ્રાગટય ઉત્સવ ઉપક્રમે
નિ.લી.પૂ.પા.ગો.શ્રી.વ્રજભૂષણ લાલજી મહારાજના શતાબ્દી પ્રાગટય ઉત્સવ ઉપક્રમે રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો માટે જાજરમાન સમુહલગ્નોત્સવ તેમજ બાલકૃષ્ણ પ્રભુની બાલ લીલા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂજય વ્રજભૂષણલાલજી મહારાજ પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમિતિ રાજકોટ દ્વારા સત્સંગ, સેવા, શ્રવણનો સુંદર ત્રિવેણી સમન્વયનું આયોજન કરાયું છે. સમુહલગ્નોત્સવને સફળ બનાવવા અનુયાયીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આગામી તા.૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન મુંબઈના સુવિખ્યાત તુલસીદાસ શાસ્ત્રીજી દ્વારા સુબોધિનીજી આધારીત પૃષ્ટી પરસોતમ બાલકૃષ્ણ પ્રભુની બાલ લીલાકથાનું રસપાન કરાવશે. તેમજ વ્રજભૂષણલાલજી મહારાજ પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમિતિ રાજકોટ, વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ-જામનગર, પુષ્ટી સંપ્રદાય મોટી હવેલી-જામનગર દ્વારા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો માટે ૨૧ સમુહલગ્નનું આયોજન લાડુમાં ધામેચા ટ્રસ્ટ (યુ.કે)ના સહયોગથી આગામી તા.૧/૨/૨૦૧૯ના રોજ રાજકોટ મુકામે આયોજન થયું છે.
આ સમુહલગ્નોમાં જોડાવવા ઈચ્છુકોએ તા.૧/૧/૨૦૧૯ સુધીમાં ભરતભાઈ પાલા (મો.૯૯૦૪૬ ૭૯૦૦૭), શ્યામદાસ રાદડીયા (મો.૯૪૨૭૪ ૨૦૨૭૮)નો સંપર્ક કરવો. અત્રે નોંધનીય છે કે, યુવક-યુવતી બંનેમાંથી કોઈપણ એક બ્રહ્મ સંબંધ હોવું ફરજીયાત છે. મહોત્સવના સર્વાધ્યક્ષપદે પૂ.પા.ગો.૧૦૮ હરિરાયજી મહારાજ તથા અધ્યક્ષપદે પૂ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદય રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ સાવલીયા, ઉપપ્રમુખ કુમનભાઈ વરસાણી, પ્રફુલભાઈ હદવાણી, મંત્રી માધવદાસ ફિચડીયા, ચિરાગભાઈ રાજપરા તેમજ ધનસુખભાઈ વેકરીયા, હરીભાઈ બાલધા, રસિકભાઈ તાલા, જગદીશભાઈ સંઘાણી, પ્રફુલભાઈ સંઘાણી, નવનીતભાઈ ગજેરા, વીરજીભાઈ પરસાણા, મુકેશભાઈ વરસાણી, નરેશભાઈ નારીયા, ભરતભાઈ સંચાણીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.