ઓખાથી દરીયા રસ્તે આવેલ કાળીયા ઠાકુરનું પાંચ હજાર વર્ષ પૂરાનું મુખ્ય મંદિરે દર વર્ષે તુલસી વિવાહ મહોત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે. આ ઠાકુરજીની મુર્તીની સ્થાપના ખુદ મુખ્ય પટરાણી મહાલક્ષ્મીજીએ કરી હતી. દર વર્ષે કારતક સુદ-૧૨ બારશના તા.૧ નવેમ્બર-૨૦૧૭ના બુધવારના દિવસે આ મંદિરમાં તુલસી વિવાહ મહોત્સવ ખુબજ ધામધુમથી ઉજવાશે. રાત્રે નવ વાગ્યે મંદિરના મુખ્ય દરવાજાએથી ઠાકોરજીની પાલખીયાત્રા જાન સ્વ‚પે નીકળશે. રાત્રીના આ પાલખી યાત્રા ગામમાં મુખ્ય બજારોમાં થઈ રણછોડ તળાવ પહોંચશે. અહીં પાલખીનું સામૈયું કરવામાં આવશે. અહીંથી જાન સમુદાય શંખનાદ મંદિરે પહોંચશે. અહીં પરીશ્રમ ભોગનું આયોજન કરવામાં આવે છે અને આ ભોગની સમૂહ પ્રસાદી જાનૈયાઓને આપવામાં આવશે.ત્યારબાદ બેટમાં આવેલ મહાભારત કાળનું રણ કે જયાં કહેવાય છે કે અહીં મહાયોદ્ધા અર્જૂનને કાબાઓએ લુટયો હતો. આ પ્રાચીન રણમાં પાલખીને સાત ફેરા સ્વરૂપે દોડાવીને ફેરા વિવિધ કરવામાં આવશે.
ત્યારબાદ આ પાલખી યાત્રા મુખ્ય મંદિરે પરત ફરશે જયાં વિધિવત તુલસી વિવાહની ધાર્મિક વિધિ સાથે શાલીગ્રામ સ્વ‚પ ઠાકોરજીને તુલસી સાથે પરણાવામાં આવશે. આમ બેટ શંખો દ્વાર તુલસી વિવાહમાં જોડાવવા વૈષ્નવો અને યાત્રીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જેને ધ્યાનમાં લઈ ઓખા પોર્ટ અધિકારી તથા નગરપાલિકા ઓખા દ્વારા ખુબજ સારી સગવડો ઉભી કરવામાં આવેલ છે અને ઓખા જેટી પરથી મોડી રાત્રી સુધી પેન્સીઝર બોટો ચાલુ રાખવામાં આવશે. તો આ ઠાકુરજીની જાનમાં જોડાવા બેટ દેવસ્થાન સમીતીનું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.