વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિર માટે સાત કિલોમીટર લાંબા વૈકલ્પિક તારાકોટ માર્ગનું આગામી અઠવાડિયે ઔપચારિક રીતે ઉદઘાટન કરશે. વડાપ્રધાને 19 માર્ગને તારાકોટ માર્ગના ઔપચારિક ઉદઘાટન કરવા માટે સહમતિ આપી દીધી છે.” શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર માટે વધતી તીર્થયાત્રાને ધ્યાનમાં રાખતાં બોર્ડે ફેબ્રુઆરી 2011માં રાજ્યપાલ વોહરાએ તીર્થયાત્રીઓની ભીડને ઓછી કરવા માટ બાણગંગા અને અર્ધકુંવારી વચ્ચે વૈકલ્પિક માર્ગ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરૂલાએ કહ્યું કે નવા માર્ગને તીર્થયાત્રી માટે 13 મેની સવારે ખોલી દેવામાં આવશે. બાણગંગાથી અર્ધકુંવારી સુધી 6 કિલોમીટરનો ટ્રે અને અને કટારથી ભવન સુધી એક ટટ્ટૂ મુક્ત માર્ગ પ્રદાન કરે છે જે વિશેષ રીતે તીર્થ યાત્રીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. વૈકલ્પિક 7 કિમીનો ટ્રે જે 6 મીટર પહોળો છે. તેમાં આરામદાયક ઢાળ છે, અને ખૂબ આકર્ષક સુવિધાઓ છે.
તારાકોટ માર્ગ પગપાળા તીર્થયાત્રાળુઓને એક સ્વચ્છ અને સુંદર માર્ગ પુરો પાડે છે જેમાં 2 ભોજનાલય, 4 ન્યૂ પોઇંટ અને 7 શૌચાલય બ્લોક છે. ઘરડાં તીર્થયાત્રીઓની સુવિધા અને ખાસકરીને વિકલાંગ લોકો માટે શૌચાલય બ્લોક પ્રદાન કરવામાં આવ્યા છે. 24X7 તીર્થયાત્રીઓની સુવિધા માટે ડોક્ટરો, પેરામેડિક્સ, દવાઓ અને ઉપકરણોથી સુસજ્જ એક ડોક્ટર એકમની સ્થાપના કરવામાં આવી છે અને ઇંટરલોકિંગ એંટીસ્કિડ ટાઇલ્સની સાથે ચાલવાને સરળ બનાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com