વૈષ્ણોદેવીના દરબારમાં ૫૦૦૦૦ લોકોની જ ક્ષમતા હોવાથી વધારે શ્રઘ્ધાળુઓને મંજૂરી આપવી ખતરનાક: એનજીટી
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ મા વૈષ્ણો દેવીના દર્શનને લઈને એક મહત્વનો આદેશ જાહેર કર્યો છે. NGTએ કહ્યું કે, જમ્મુ સ્થિત માતા વૈષ્ણો દેવીના દર્શન માટે હવે એક દિવસમાં ૫૦ હજારથી વધુ લોકોને ઉપર જવા નહીં દેવામાં આવે. આ આદેશ સોમવારથી જ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત પદયાત્રા અને બેટરીથી ચાલતી રીક્ષા માટેનો વિશેષ રસ્તો ૨૪ નવેમ્બરથી ખોલવામાં આવશે તેમ પણ NGTએ પોતાના આદેશમાં જણાવ્યું છે. NGTએ વધુમાં કહ્યું કે, માતા વૈષ્ણોદેવીના દરબારમાં ૫૦ હજાર લોકોની જ ક્ષમતા છે અને તેનાથી વધુ લોકોને જવાની મંજૂરી આપવી ખતરનાક સાબિત થઈ શકે છે. અને તેથી જ આ રોક લગાવવામાં આવી છે.