વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અઘ્યક્ષતામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હજારો વૈષ્ણવો જોડાયા
શહેરના આંગણે વૈષ્ણવચાર્ય પૂ.પા. ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણા તેમજ અઘ્યક્ષતામાં શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મુખ્ય કાર્યાલય શ્રીનાથ ધામ હવેલીના ઉદધાટન મહોત્સવનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રર થી ર૭ માર્ચ દરમિયાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃત તથા પૂ. કિશોરચંદ્ર શાસ્ત્રીજી દ્વારા સુંદર શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગઇકાલના રોજ નૃસિંહ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બહોળી માં ધર્મપ્રેમી જનતા ઉ૫સ્થિત રહી હતી.
સોનલ રાજપોપટ કહ્યું હતું કે, ભાગવત સપ્તાહનો કાર્યક્રમ શ્રીનાથ ધામ હવેલી ખાતે એના પાટોત્સવ નીમીતે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને લત્તાવાસીઓએ હવેલીનો લાભ લઇ શકે એ હેતુથી જે જે શ્રીએ જ આ સ્થાન નકકી કર્યુ છે. વી.વાય. ઓ એ એજયુકેશન એ મુખ્ય પંચમ પ્રોજેકટ માનો એક પ્રોજેકટ છે. એ પ્રોજેકટમાં ૬ થી ૧૬ વર્ષ માટેના બાળકોને શિક્ષણ આપીએ છીએ. ધર્મ સંસ્થાને અને ભવિષ્યમાં સારો નાગરીક બની શકે અને આ કોર્ષ અમેરીકા થી જ બનીને આવે છે. અઠવાડીયામાં એક વાર કોર્ષ ૧૦ થી ૧૧ ધોળકીયા સ્કુલમાં કરાવી રહ્યા છીએ. અને એમની બીજી બ્રાન્ચ ટુંક સમયમાં કરી રહેવા જઇ રહ્યા છીએ.અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રિયાએ જણાવ્યું હતું કે હું ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. જેમાં અમે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ ના ગીત પર નૃત્ય કર્યુ હતું. વી.વાય.ઓ. એજયુકેશન માં હું દર રવિવારે જાઉ છુઁ. અને અમને ત્યાં ઘણું બધુ ધર્મ વિશે શિખવવામાં આવે છે. અમને વિશ્ર્ણુભગવાનના દસે દસ અવતાર વિશે જાણકારી ધર્મ, સંસ્કાર શિખવવામાં આવે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રિયાંશુ બારોટએ જણાવ્યું હતું કે શ્રીનાથધામ હવેલીના ઉદધાટન મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમે લોકોએ નાટક ભજવ્યું હતું તે ધર્મ અને ન્યાયનું નાટક હતું. જેમાં મે યમનો રોલ ભજવ્યો હતો વી.વાય.ઓ એજયુકેશનમાં અમને દર રવિવારે સંસ્કાર, ધર્મ, વિશે સમજાવવામાં આવે છે. આજ ઉંમર છે જયાં આપણે સંસ્કાર,ધર્મ વિશે શીખી શકીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન અનુશ્રી જીવાણીએ જણાવ્યું હતું કે શ્રીનાથધામ હવેલીના ઉદધાટન મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું પૂ.પા. ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા સુંદર શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવે છે અત્યારે નૃસિંહ જન્મોત્સવ કાર્યક્રમ દરમિયાન અમે વી.વાય. ઓ. એજયુકેશનના વિઘાર્થીઓએ નાટક, નૃત્યુ પ્રસ્તુત કર્યા હતા. અમને વી.વાય.ઓ. એજયુકેશનમાં દર રવિવારે ધર્મ વિશે જ્ઞાન પિરસવામાં આવે છે. અમને અહીં આવીને ઘણું બધું શિખવા મળે છે.