- ગુરૂપૂર્ણિમા અવસરે હરિનામ સંકીર્તનનો લીધો લાભ
- વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેસન ના સંસ્થાપક વલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગૌરસ્વામી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા આજે ગુરુપુર્ણીમાં ના શુભ અવસરે રેકોર્ડેડ 500 ઉપર વૈષ્ણવોએ બ્રહ્મસબંધ દીક્ષા વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી રાજકોટ ખાતે ગ્રહણ કરી છે.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વીવાયઆ શ્રીનાથ ધામ હવેલી સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટા મૌવા મેઈલ રોડ, રાજકોટ ખાતે વૈષ્ણવોનો અભૂતપૂર્વક ધસારો.
વૈષ્ણવાચાર્ય પુ. પા. ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદય દ્વારા 500 ઉપર વૈષ્ણવોને ઠાકોરજી સમક્ષ બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવી જે આજ સુધીમાં રેકોર્ડ સમાન છે.
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે રાજકોટ શહેરના આંગણે વીવાયઆ શ્રીનાથપામ હવેલી ખાતે બિરાજમાન વૈષ્ણવોને વ્રજરાજકુમારજી દ્વારા 500 બ્રહ્મસંબંધીઓ ને તેમજ શહેરના નામાંકિત ઉદ્યોગીકારો તેમજ પોલિટિશિયણ અને વૈષ્ણવોએ ગુરુપૂર્ણિમાના ખાસ દિવરો પૂજ્યના દંડવત પ્રણામ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તેમજ વીવાયઆ થી નાથ ધામ હવેલી ખાતે બિરાજમાન વ્રજરાજકુમારજી મહોદયના સ્વમુખે સવારે 7:30 કલાકે હરિનમ સંકીર્તનનો અનેરો લાભ લીધો હતો.
ગુરૂનું જીવનમાં અમૂલ્ય સ્થાન, જેવી જીવનરૂપી યાત્રા સફળ બને: દક્ષ
અબતક સાથેની વાતચીતમાં દક્ષએ જણાવ્યું હતુ કે, ગુરૂ વલ્લભાચાર્યની કૃપાથી ગૂરૂપૂર્ણિમાના અવસરે ગુરૂધારણ કરવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો છે. આ પાવન અવસરે 500 લોકોએ ગુરૂધારણ કર્યા હતા. ગુરૂનું જીવનમાં અનેરૂ સ્થાન છે. જેનાથી જીવનરૂપી યાત્રામાં તરી જવાય છે.
ભકિત અને શકિતથી ગુરૂ-વંદના કરવી: અશોકભાઈ
અબતક સાથેની વાતચીતમાં અશોકભાઈએ જણાવ્યું હતુ કે વૈષ્ણવ ધર્મ ખુબજ પવિત્ર ધર્મ છે. ગુરૂપૂર્ણિમા નિમિતે વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશનનો આભાર વ્યકત કર્યો તથા ગુરૂના શરણમાં હંમેશા સ્થાન મળે એ ભકિત અને શકિતથી ગૂરૂવંદના કરવી જોઈએ જેથી જીવન રૂપી નાવ તરી જાય છે.