સમગ્ર કાર્યક્રમનું અબતક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કરાશે લાઈવ પ્રસારણ

મોરબીમાં પ્રથમ વખત વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય ( કડી-અમદાવાદ)ના શ્રી મુખે આવતીકાલથી બે દિવસ જલારામ મંદિર હોલ ખાતે ગોપી ગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં પધારવા સર્વે વૈષ્ણવજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં આ સમગ્ર કાર્યક્રમનું અબતક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે.

જ્યારે ઠાકોરજી વેણુંનાદ કરે છે. ત્યારે એ વેણુનો અવાજ ગોપીઓના કાનમાં પડે છે. આ વેણુમાં ધ્વનિથી પોતાની સુધ-બુધ ગોપીઓ ખોઈ બેસે છે. અને કઈ જોયા વિના સીધી વનમાં દોટ મૂકે છે. ગોપીઓના આ વિરહને ગોપી ગીત કહે છે. આ ગોપી ગીતનો પ્રસંગ સાંભળવો ખરેખર એક લ્હાવો છે. આ ગોપી ગીતના કાર્યક્રમનું આયોજન મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે તા.18ને શનિવારે તેમજ તા.19ને રવિવારે બન્ને દિવસે બપોરે 4થી સાંજે 7:30 સુધી આયોજન કરવામાં આવ્યું છે.

આ ગોપી ગીતનું રસપાન વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય (કડી-અમદાવાદ) દ્વારા કરવામાં આવનાર છે. તેઓના સુમધુર કંઠે વિવિધ પ્રસંગોને આગવી શૈલીમાં રજૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ તમામ વૈષ્ણવજનો ઘરે બેઠા પણ માણી શકે તે માટે અબતક મીડિયા દ્વારા કાર્યક્રમનું અબતક ચેનલ તથા ફેસબુક, યુટ્યુબ અને વેબસાઈટ સહિતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. મોરબીના વૈષ્ણવજનો માટે ખાસ આયોજિત આ ગોપીગીતના કાર્યક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. 8238058111 અથવા  9924844965 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

દેશ-વિદેશમાં વસતા તમામ વૈષ્ણવો આ કાર્યક્રમ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમ થકી ઘેર બેઠાં નિહાળી શકાશે

જુઓ અબતક ચેનલ

  • ઈન કેબલ ચેનલ નં: 561
  • ડેન નેટવર્ક ચેનલ નં: 567
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350
  • સહયોગ નેટવર્ક ચેનલ નં:105

@abtakmedia

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.