દર્શન હોલ, સત્સંગ હોલ, ભોજનાલય બનાવાશે
ડેલ્લાસ ખાતે શ્રી વલ્લભકુળભૂષણ વૈષણવાચાર્ય પૂ.પા. ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી સર્વ પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી શ્રીનાથધામ ની જાહેરાત વીવાયઓ ના ટ્રસ્ટી બોર્ડ તરફથી કરવામાં આવી છે.
વીવાય ડેલ્લાસ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. વૈષ્ણવો નિત્ય સત્સંગ કરે છે. ડેલ્લાસ ના વૈષ્ણવો ઘણા વર્ષોથી પુષ્ટિમાર્ગીય હવેલી માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. હવે સર્વની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ટુંક સમયમાં હવેલીની જગ્યાનું સંપાદન કરવામાં આવશે. અસઁખ્ય દાતાઓનો ખુબ સારો પ્રતિસાદ આ હવેલી પ્રોજેકટને લઇને પ્રાનપ્ત થયો છે. ડેલ્લાસ માં એક લાખથી પણ વધુ ભારતીયોની વસ્તી છે હજારો વૈષ્ણવો પણ વસેલા છે.
ડેલ્લાસ ટેકસાસમાં સાકાર થનાર સર્વ પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી શ્રીનાથધામ સંકુલમાં શ્રીનાથજી ગીરીરાજજી, યમુનાજી, મહાપ્રભુજીના સ્વરુપો બિરાજશે. વીવાયઓ કોર્સ-6 થી 16 વર્ષના બાળકો માટે શરુ કરવામાં આવશે. યુવાનો માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન થશે. દર્શન હોલ, સત્સંગ હોલ, ભોજનાલય બનાવશે. અનેક વિધ સમાજ ઉપયોગી, બાળકો યુવાનો સંસ્કાર ઉપયોગી વડીલો ઉપયોગી પ્રવૃતિઓ આ શ્રીનાથધામ હવેલી અંતર્ગત સાકાર થશે.
વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી ની પ્રેરણા થી અમેરિકામાં શાલોર્ટ ખાતે શ્રી નાથધામ હવેલી વીવાયઓ અંતર્ગત બોસ્ટના ખાતે શ્રીનાથજી હવેલીનું નિર્માણ કરવામાં આવેલું છે.
આ ઉપરાંત વીવાયઓ દ્વારા અમેરિકાના ન્યુજર્સી માં કૃષ્ણધામ સંકુલ સાતસ્વરુપ હવેલી, ટેમ્પા ફલોરીડા ખાતે વૃંદાવન ધામ, રીયમંડ વર્જીનિયા ખાતે શ્રીનાથજી હવેલી, રાલે કેરોલીના માં કૃષ્ણધામ સંકુલ, અને કેનેડા ટોરેન્ટો ખાતે કૃષ્ણધામ સાત સ્વરુપ હવેલી નિર્માણાધીન છે.
આ પ્રોજેકટ ને સાકાર કરવા અર્થે વીવાયઓ યુએસઆઇ ટ્રસ્ટી બોર્ડ ચેરમેન ડો. બંસીભાઇ શાહ, વાઇન ચેરમેન રમેશભાઇ રાખોલીયા, રાજીવભાઇ શાહ, કીરીટભાઇ શાહ, ડો. મનુભાઇ ડઢાણીયા, ડો. સરજુભાઇ શાહ, ડો. યોગેશભાઇ પરીખ, રંગેશભાઇ શાહ, સુનીલભાઇ પટેલ, યામિનીબેન પટેલ પ્રેસિડેન્ટ સર્વે ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
વીવાયઓ એજયુકેશ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ ટ્રેનર્સને સર્ટીફીકેટ એનાયત
વલ્લભફૂલભૂષપ વૈષ્ણવાચાર્ય પુ.પાદ ગોસ્વામી વ્રજરાજકુમારજી મહારાજ, ના મંગલ આશીર્વાદથી એવમ માર્ગદર્શનથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓ રાજકોટના તત્વાવધન માં નાથધામ હવેલી ખાતે વીવાયઓ એજયુકેશન ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ નું ખુબજ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સૌરાષ્ટ્ર ના વિવિધ શહેરોમાં આવેલ વીવાઓ બ્રાન્ચ માંથી ખુબ મોટી સંખ્યામાં યુવાનો તથા ભાઇઓ અને બહેનોએ ઉત્સાહ સભર વીવાઓ એજયુકેશન ટીસર્ચ ટ્રેનીંગ લીધી હતી. જુ. વ્રજરાજકુમારજી મહારાજના આશીર્વાદ સાથેના ટ્રેનીંગ સર્ટીફીકેટ બધા જ ટ્રેનર્સને આપવામાં આવ્યા હતા.