મહોત્સવ દ્વારા પ્રભુતામાં પગલા પાડનારા સર્વજ્ઞાતિના ૧૧ નવદંપત્તિઓને આયોજકો દ્વારા જીવન જરુરી ૮૦ ચીજવસ્તુઓનો કરિયાવર અપાયો
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ રાજકોટ દ્વારા ગઇકાલે વિવાહ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મવડી બાયપાસ પાસે પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ જ્ઞાતિના ૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ પ્રસંગે આયોજકો દ્વારા ૮૦થી વધારે જીવન જરૂરી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ ગાડીના બાલાજી મહારાજે ઉ૫સ્થિત રહીને નવદંપતિઓને સફળ લગ્નજીવન આશીર્વાદ પાઠવ્યા હતા.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ વિશાલ પટેલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ લગ્ન મહોત્સવ પાછળનો ઉદ્દેશ એ છે કે ભગવાન સ્વામી નારાયણ સર્વ ધર્મ, સર્વ સમાજ અને દરેક સમાજની અંદર સદાચારની પ્રવૃતિ માટે ભગવાનએ હર હમેશા માટે સંદેશો આપ્યો છે.
ત્યારે આર્થીક રીતે જે નબળા પરિવારના લોકો છે તે દરેક દરેક દિકરીના બાપને ચિંતારુપ હોય છે કે અમારી દીકરીન પરણાવી કઇ રીતે? ત્યારે અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા અમને વિચાર આવ્યો કે જે પ્રશ્ન દરેક દિકરીના બાપને થતો હોય ત્યારે એ પ્ર્રશ્નના નિવારણ માટે એક સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજન એવું છે કે પારીવારીક વાતાવરણમાં થાય જયારે આ એક શ્રીમંત લોકો હોય અને પાર્ટી પ્લોટમાં મસ્ત આયોજન થતું હોય અને ગરીબ ઘરની દિકરીને પણ આવા લગ્નનો લાભ મળે માટે આવું આયોજન કર્યુ.
આ મહોત્સવમાં અગીયાર દિકરીઓના સમુહલગ્નનું આયોજન કર્યુ છે. જેમાં ખરેખર જે આર્થિક પરિસ્થિતિથી નબળા હોય એવી દિકરીઓની અને ત્રણ થી ચાર એવી દિકરીઓ છે કે પિતા પણ નથી અને કરીયાવરમાં અમો સોનાની વીંટી, બુટી, ચાંદીના સાકળા બધી જ વસ્તુઓ કે જે ઘર ઉપયોગી તમામ વસ્તુઓ ૮૦ થી વધારે વસ્તુઓ આપી છે.