સંસ્થાનના અધ્યક્ષ ગોસ્વામી પરાગ કુમારજી મહોદયના ૩૪માં પ્રાગટ્ય દિવસ ઉપલક્ષે યોજાયો હોરી રસીયા કાર્યક્રમ: વધાઈ કિર્તન, વચનામૃત, પ્રસાદ, બાળકોની કૃતિ વગેરે રજૂ થયા
ક્રિષ્ના પાર્ક રીસોર્ટ ખાતે સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા અઘ્યક્ષ ગોસ્વામી પરાગકુમારજી મહોદયના ૩૪માં ઉપલક્ષમાં હોરી ફુલ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ઉ૫સ્થિત રહીને હોરી રસીયાના આ કાર્યક્રમને માણ્યો હતો. આ તકે વધાઇ કિર્તન, વચનામૃત, કેશરી સ્નાન, પ્રસાદ અનુગ્રહણ, સર્વોત્તમ પાઠશાળાના બાળકોની કૃતિઓ અને હોરી રસીયાનો કાર્યક્રમ યોજાયો હતો.
પૃષ્ટિમાર્ગનો પ્રચાર કરવા માટે પરાગકુમારે આ સંસ્થાની સ્થાપના કરેલી છે. જેનો મુખ્ય અઘ્યક્ષ ગોપેશકુમાર મહારાજ છે. આ બન્ને બાળકોએ સામાજીક પૃષ્ટિમાર્ગીય અને ગૌ સેવા માટે થઇને જ આ સંસ્થાની સ્થાપન કરેલી છે. સુરેશભાઇ એ કણસાગરએ જણાવ્યું કે ફુલ ફાગ મહોત્સવ વર્ષની અંદર ૪૦ દિવસનો હોય છે.
વસંત પંચમીથી લઇને ધુળેટી સુધીના આ ફુલ ફાગ મહોત્સવનું ખુબ મહત્વ છે. આ દિવસો દરમ્યાન જયાં પણ ફુલ ફાગ રસીયાનું આયોજન વલ્લભકુળના સાનિઘ્યમાં થતું હોય છે ત્યાં જ વ્રજમાં જે આનંદ મળે છે ક્રિષ્નાના સાનિઘ્યમાં ગોપ-ગોપીઓ જે આનંદ લીધો હતો એ જ આનંદ આ દિવસોમાં મળે છે આ મહોત્સવમાં વૈષ્ણવો ગોપ-ગોપી બનીને આનંદ લેતા હોય છે.
વ્રજલાલની સંસ્કૃતિનો વિકાસ કરવા યોજાય છે હોરી રસીયા કાર્યક્રમ
‘અબતક’ સાથેની વાતચીતમાં પૂ.પરાગકુમાર મહોદયે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રદ્યુમનસિંહ શાળામાં જે હોળી રસીયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે તે વ્રજલાલ સંસ્કૃતિનો વિકાસ કરવા માટે અને ખાસ કરીને અમારા પૃષ્ટી માર્ગની અંદર હોરી રસીયાનું ખુબજ મહત્વ છે અને પુષ્ટી માર્ગ એ સંપૂર્ણ વ્રજની વાતોથી પ્રોત્સાહિત છે અને અમારે ત્યાં કહેવાય છે કે, પ્રિત વ્રજ જનકી એટલે એ જ વ્રજનો જે દ્વીતીય તહેવાર છે એ અમે અહીંયા માણી રહ્યાં છીએ અને હોળીના ૪૦ દિવસો જે પ્રભુ સાથે શક્તિ, ભક્તિનું દાન કરનારા છે તો એ દિવસોની અંદર સુંદર આયોજન સંસ્થાના તમામ સભ્યોએ કર્યું છે તે બદલ હું તેમને શુભ આશિર્વાદ પાઠવું છું અને બધા વૈષ્ણવોને આ હોળી વસંતના ખુબ ખુબ આશિર્વાદ પાઠવું છું.
S3નો મુખ્ય ઉદ્દેશ્ય ગૌ સેવા, સમાજ સેવા અને પૃષ્ટી પ્રચાર સેવા
‘અબતક’ સાથેની વાતચીતમાં વ્રજદાસ લાઠીયાએ જણાવ્યુ હતું કે, શહેરના પોશ વિસ્તાર કરણપરા ચોક પાસે પ્રદ્યુમનસિંહ શાળા નં.૨ની અંદર સર્વોત્તમ સેવા સંસ્થાના શાખા નં.૪નો આજનો ફૂલફાગ હોરી રસીયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પૂ.ગોપેશકુમાર મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પરાગકુમાર મહોદય અધ્યક્ષ તરીકે બિરાજમાન છે.
પ્રભુ કૃષ્ણએ વ્રજ ભક્તોને જે હોળીની અનુભુતિ કરાવી કંઈક એવી જ અનુભુતિ અને એવા જ આનંદની અનુભુતિ તમામ વૈષ્ણવોને થાય તે પ્રકારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સર્વોત્તમ સેવા સંસ્થાનના અલગ અલગ કાર્યક્રમો થતાં રહે છે. જેમાં ગૌસેવા, સમાજ સેવા અને પૃષ્ટી પ્રચાર સેવા એ મુખ્ય ઉદ્દેશ્ય છે જેના માટે જ સંસ્થાની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.