સત્યનારાયણ કથા, નવચંડી યજ્ઞ, યમુનાષ્ટક પાઠ અને લોટી ઉત્સવ સહિતના આયોજન
સુરેશભાઇ રૈયાણીએ કાર્યક્રમ અંગે કહ્યું હતું કે, સમસ્ત વૈષ્ણવજનને ધાર્મિકતાથી રંગે રંગાયેલા છે તે લોકોને બધાને શ્રી નાથજીના ઝાંખીનો એટલે કે રાજસ્થાનમાં નાથદ્વાર લોકો જઇ શકતા ન હોય તો તેને જે સવારથી માંડીને સાંજ સુધી આઠ સમાની ઝાંખી તે ઝાંખી અમે અહીંયા નિધીબેન ધોળકીયા અને એમના ગ્રુપના માઘ્યમથી કરવાના છે. તો સર્વે વૈષ્ણવોને લાભ મળે એ અમારો હેતું છે.
મધુસુદનલાલજી એ કહ્યું હતું કે, આજરોજ રૈયાણી પરીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેશભાઇ ખાસ વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના સદસ્ય છે. અને આપણા જે પણ કાર્યક્રમ આ વિસ્તારમાં થાય તે કાર્યરત રહે છે તેમનો મનોરથ જે છે એ ખુબ આનંદની વાત છે. એ મનોરથના અંગભૂત ખાસ જાહેરાત કરવાની કે આગામી ૧૧, ૧ર, ૧૩ એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવારના દિવસે કૃષ્ણચરિત્ર અમૃતકથાનું આયોજન અટલબિહારી વાજપેયી હોલ ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં આ વિસ્તારના બધા અગ્રણી વૈષ્ણવોના સહયોગથી આ આયોજન થયું છે તો ત્યાંના બધા વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાને ખાસ હાજરી આપે અને કૃતાર્થ કરે અને સાથે જે વ્રજયાત્રા ૮૪ કોષની અમારા ઘરેથી ઉપડી રહી છે. જેનો પ્રારંભ ર૦ સપ્ટે. ૨૦૧૮ થી થઇ રહ્યો છે. અને ર૪ ઓક. ૨૦૧૮ સુધી એટલે કે ૪૦ દિવસનું આયોજન છે અને આ યાત્રામાં સુરેશભાઇએ ખુબ જ સુંદર મનોરથનું આયોજન કર્યુ છે.
મુખ્ય ઉદ્દેશય તો એ જ છે કે એમનું જે આયોજન હતુ એ રાખ્યું હતું. અને જે આપણા પુષ્ટિમાર્ગમાં ઘણું મહત્વ ધરાવે છે અને યમનાજીનું જલ લોટી સ્વરુપે અહીયા પધાર્યુ અને એ લોટી અહી પધરાવવામાં આવી જેમનું પાન બધા વૈષ્ણવજનોને રાજકોટમાં અહીયા બેઠા થયું છે. અને હવે લોટી ઉત્સવનું મહત્વ છે એમની સાથે રાત્રે શ્રીનાથજીની ઝાંખી નો કાર્યક્રમ પણ સુંદર રાખેલો છે.
અને શ્રીનાથજીના સમાન વિવિધ ઝાંખીના દર્શનનો લાભ મળશે અને એમના માઘ્યમથી બધાને શ્રીનાથજીના દર્શન વ્યવસ્થિત રીતે થાય અને સુંદર રીતે થાય અને એ પ્રકારનું શ્રીનાથજીના ઝાંખીનું આયોજન થાય છે અને સુંદર આયોજન સુરેશભાઇએ કરેલું છે અને બધા લોકો યમનાજીના લોટી ઉત્સવનો લાભ લઇ રહ્યા છે અને હરખની વાત બીજી કોઇ હોય ન શકે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,