‘મન હોય તો માળવે જવાય’ કહેવતને સાર્થક કરી
જીવનના કંઇક ચડાવ-ઉતાર પસાર કરી સાબીત કર્યુ કે મહિલા અબળા નહીં સબળા છે
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વૈશાલી કારીયાએ આપી માહિતી
સંત – સતી – સુરા અને દાતારોના આ દેશમાં મહિલાઓ પુરૂષોની ઢાલ બનીને રહી છે. ક્ષેત્ર આઘ્યાત્મિકતાનું હોય, સુરવીરતાનું હોય, દાતારીનું હોય કે સતીત્વનું હોય, પોતાના આત્મ સન્માન માટે સ્ત્રીઓએ રણ સંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપી છે. જેના આજ ઇતિહાસ અમર છે. આમ જોઇએ તો સ્ત્રીઓ અબળા નહી પણ સબળા છે. જેનો તાદ્રશ્ય દાખલો અહિંયા પ્રસ્તુત છે.
તાજેતરમાં ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા અને એલ.આઇ.સી. બ્રાંચ-4 ના ટી.ઓ.ટી. વૈશાલી કારીયાએ પોતાના જીવનના કંઇક ચડાવ ઉતાર વચ્ચે પણ મકકમ રહી એલ.આઇ.સી. બ્રાંચ-4 ના 30 વર્ષમાં પ્રથમ ટી.ઓ.ટી. બની ઇતિહાસ રચ્યો છે.વૈશાલી કરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, લાઈફ ઈન્સ્યુરન્સ ઓફ ઈન્ડીયા (એલ.આઈ.સી.) ની સીબીઓ-4 ની બ્રાંચ 1993 માં બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમ ટી.ઓ.ટી. બની અને બ્રાંચે પણ ઈતિહાસ રચ્યો. વૈશાલી કારીયાએ વધુમાં જણાવ્યું હતું કે એલ.આઈ.સી. ની એજન્સી મેં 2002 માં લીધેલ. પ્રથમ વર્ષમાં જ ચેરમેન કલબમાં નોમીનેટ થયા અને 2005 માં ચેરમેન કલબના મેમ્બર બન્યા, અત્યારે પણ ચેરમેન કલબની મેમ્બર છું જ. મારા લગ્ન 1988 માં સ્વ. મગનલાલ વિસનજી કારીયાના સુપુત્ર દિનેશ કારીયા સાથે થયેલ. તેઓનો ચાના હોલસેલ વેપાર સાથે જોડાયેલ હતા. ઠાકોજીની કૃપાથી સુખી સંપન્ન હતા. ઓ તેઓ વધુમાં જણાવે છે કે હું એક હાઉસ વાઈફ તરીકે ઘરનું રોજીદું કામ કરતી હતી. મેં કયારેય સ્વપ્ને પણ વિચાર્યુ નહોતું કે મારે બેગ લઈને માર્કેટમાં ઈન્સ્યુરન્સની પોલીસી વેચવા જવું પડશે પણ કાયમ બધાનો સમય સરખો રહેતો હોતો નથી એમ અમારે પણ એક એવો સમય 2002 માં આવ્યો. બાળકો નાના હતા ધવલ અને મીત, તેમને ભણાવવા – ગણાવવા, સામાજીક અને વ્યવહારીક જવાબદારીઓ આ બધી વસ્તુ માટે હું અને દિનેશ વિચારતા હતા એવામાં મારો ભાઈ સંજય રાજાએ સલાહ આપી કે બહેના એલ.આઈ.સી. ની એજન્સી લઈ લે, તારા માટે અત્યારે જ એજ વધારે સ્યુટેબલ હોય તેવું લાગે છે. એલ.આઈ.સી. ની એજન્સીમાં કોઈપણ જાતનું રોકાણ તારે કરવાનું રહેશે નહી અને જીજાજી (દિનેશભાઈ કારિયા) ના બધા સાથે સબંધો ખુબજ સારા છે તે તને ખુબજ ઉપયોગી થશે આ બધુ વિચારીને અમે એલ.આઇ.સી. ના એજન્ટ 2002 માં બન્યા, વૈશાલી કારીયા વધુમાં જણાવતાં કહ્યું હતું કે, મારા માટે સવા નવું ફીલ્ડ હતું મેં કયારેય વિચાર નહોતો કર્યો કે ઇન્યુરન્સના બીઝનેશ માટે માર્કેટમાં જવું પડશે. પણ સમય બધુ શીખવાડી આપે છે. ધીરે ધીરે બધુ શીખતી ગઇ અને આગળ વધતી ગઇ. મેં એમ.ડી.આર.ટી. કર્યુ અને મારા જીવનનું સ્વપ્નું હતું કે એલ.આઇ.સી. નું ટોપનું સ્થાન પ્રાપ્ત કરવું એટલે કે મારે ટી.ઓ.ટી. બનવું છે અને હું આ વર્ષે ટી.ઓ.ટી. બની. આ આખી મારી આખી સફરમાં મને મારા તમામ પોલીસી ધારકનો ખુબ જ સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે. તમામ પોલીસી ધારને મારા ડેવલોપમેન્ટ ઓફીસર કીરીટભાઇ પટેલ કે જેઓ મને ખુબ જ મદદરુપ થયા છે. આ વર્ષે જયારે મારો ટી.ઓ.ટી. ટાર્ગેટ હતો ત્યારે મને મારા બ્રાંચ મેનેજર ગૌરવ સિંહાજી અને આસી. બ્રાંચ મેનેજર વ્યાસજીએ પણ ખુબ જ સહકાર આપેલ તથા આખી બ્રાંચ પણ ખુબ જ મને મદદરુપ થઇ છે તેમનો ખરા દિલથી આભાર માનું છુ.
મારા જીવન સાથી દિનેશ કારીયા અને મારા પરિવારના સદસ્યો ધવલ, જાનકી, મીત, બંસી અને સ્પેશ્યલ દાદીનો વ્હાલો દર્શનો ખરા દિલથી હું આભાર વ્યકત કરું છું. આખા પરિવારનો મને ખુબ સાથ અને સહકાર મળ્યો જેને કારણે હું આજે ટી.ઓ.ટી. બનવામાં મને સફળતા મળી.
આમ ‘મન હોય તો માળવે જવાય’ તે કહેવતને વૈશાલી કારીયાએ ખરા અર્થમાં સાર્થક કરી છે.