વિઠ્ઠલેસ ભવન હવેલીમાં વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી અંતિમ દર્શન માટે ઉમટયા
જૂનાગઢ વિઠલેસ ભવન હવેલીના ૧૦૦૮ પૂ.વિઠ્ઠલનાજીની વૈકુંઠવાસમાં બિરાજતા વૈષ્ણવ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મા પૃષ્ટિ સંપ્રદાયના ૧૭માં વંશના મહારાજ અને જૂનાગઢ વિઠલેસ ભવન હવેલીના પૂ.વિઠ્ઠલનાજી મહારાજ નિત્ય લીલા પ્રવેશી શિસ્યમાં અને ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે. વૈષ્ણવ સમાજના મહારાજ છેલ્લા ૧૦ દિવસી માંદગીને કારણે સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન દરરોજ હોસ્પિટલમાં હજ્જારો ભાવિકો ખબર-અંતર અને દર્શન માટે ઉમટતા હતા. ત્યારે આ સમાચાર મળતાની સો જ વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.
પૃષ્ટિ સંપ્રદાયના પ્રણેતા મહાપ્રભુજીની ૧૭મી પેઢીના વંશજ વિઠ્ઠલનાજી મહારાજને દસેક દિવસ પહેલા ઠાકોરજીની સેવામાં બિરાજતા હતા ત્યારે તેઓ અસ્વસ્ લાગતા હતા અને તેઓએ સામેી જ સારવાર માટેની ઈચ્છા પણ વ્યકત કરી હતી. તેમની આવી તબીયતના લીધે તેમના શિષ્યો અને ભક્તગણોમાં ચિંતા પ્રગટી હતી અને તેઓએ જૂનાગઢના તબીબોની પ્રામિક સારવાર લઈ રાજકોટની ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્તિ સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની નિષ્ણાંત ડોકટર દ્વારા સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન વિઠ્ઠલનાજી મહારાજ વૈંકુઠવાસમાં પ્રવેશતાના સમાચાર મળતાની સો જ વૈષ્ણવ સમાજના ભાવિકો હોસ્પિટલે પહોંચી ગયા હતા.
જૂનાગૃના વિઠલેસ ભવન ખાતે આજે સવારે વૈષ્ણવ સમાજ તેમનો દર્શનનો લાભ લેવા માટે ઉમટયા હતા. તે માટે ખાસ વ્યવસ પણ કરવામાં આવી હતી. પૂ.પાદ.ગોસ્વામી વ્રજભુષણલાલના લાલ વિઠ્ઠલનાજી (ઉ.૬૮)ના વૈંકુઠવાસમાં પ્રવેશી વૈષ્ણવ સમાજ દુ:ખમાં ગરકાવ ઈ ગયો છે. તેમના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી વૈષ્ણવો જૂનાગઢ ખાતે આવવા રવાના યા છે.