સંસ્થા દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ સાથેની સૌપ્રથમ શહેરમાં હોસ્પિટલ થશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, બેકબોન સંચાલિત ડોક્ટરોની ટીમ દ્વારા હાલની ઘાતક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોના દર્દીઓને અદ્યતન સારવાર મળે તે ભાવના સાથે કોવીડ હોસ્પિટલ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવેલ. જેનાં અનુસંધાને મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ ખુબ જ અંગત રસ લઇ આ અંગે તુરંત નિર્ણય થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈ કાલ તા.20/04/2021ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સાથે જરૂરી એગ્રીમેન્ટ કરવામાં આવેલ.
બેકબોન સંચાલિત વૈદેહી કોવીડ-19 હોસ્પિટલ માટે ડો.અંકુર પાચાણી અને નયન રમેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ ડો.કુંજેશ રૂપાપરા(ચેસ્ટ સ્પે.), ડો.પ્રિયાંક ફૂલેત્રા(ક્રિટીકલ કેર સ્પે.), ડો.નીખીલા પાચાણી(કાર્ડીયોલોજીસ્ટ), ડો.જયદીપ ભીમાણી(સર્જન), ડો.વિવેક પટેલ(સર્જન), ડો.આકાશ પાચાણી (રેડીઓલોજીસ્ટ) ઉપરાંત શિક્ષિત અને અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા કોવીડ-19 હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.
સંસ્થા દ્વારા ઓક્સિજનના 2(બે) પ્લાન્ટની સુવિધા સાથે હશે જે રાજકોટ શહેરમાં પ્રથમ હોસ્પિટલ થશે એક પ્લાન્ટ અંદાજે 1.60 કરોડની કિંમતનો થશે, આ ઉપરાંત ઇન્ડોર ફાર્માસીસ્ટ લેબોરેટરી, એસી વિગેરે સુવિધા સભર બનાવવામાં આવનાર છે.
આ કોમ્યુનિટી હોલમાં તબક્કાવાર 200થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કોમ્યુનિટી હોલનુ દૈનિક 20 હજાર ભાડુ લેવામાં આવશે તેમજ ઈલેક્ટ્રીસિટી, પી.એન.જી.ગેસ વપરાસનુ બિલ સંસ્થા દ્વારા ભરવામાં આવશે તેમજ બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ પણ સંસ્થા કરશે.
મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સાથે ડોક્ટરોની ટીમના પરામર્શ સમયે રાજકોટ શહેરના કોવીડ-19ના દર્દીઓને સારામાં સારી સારવાર મળેતેવી લાગણી વ્યક્ત કરેલ જે ગૌરવની બાબત છે. આ હોસ્પિટલ આગામી તા.29/04/2021થી શરૂ થઇ જશે.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ કેસને ધ્યાનમાં રાખી
ગુજરાતની તમામ હોસ્પિટલોને કોરોના સારવાર કરવાની મંજૂરી-મેડીકલ સ્ટાફને પગારના પેકેજના નિર્ણયને આવકાર
મેયર ડો.પ્રદીપ ડવ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આવકારી સરકારનો માન્યો આભાર
મેયર ડો.પ્રદીપ ડવ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્યમાં ખુબજ ગતિથી ચાલી રહેલ કોરોના સંક્રમિત વેગને હરાવવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાત દિવસ જોયા વગર સતત કાર્યશીલ છે અને લોકોના સ્વાસ્થ્ય માટે રોજે રોજ નવા નિર્ણયો કરી રહ્યા છે.
મુખ્યમંત્રી દ્વારા કોરોના દર્દીઓને બેડ માટેની પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી ગઈ કાલે ગુજરાતની તમામ હોસ્પિટલો કોરોનાની સારવાર આપી શકશે અને આ માટે હોસ્પિટલે ફક્ત કલેકટરશ્રી અથવા મ્યુનિસિપલ કમિશનરશ્રીને જાણ કરવાનો નિર્ણય કરેલ છે આ ઉપરાંત રાજ્યમાં એક વર્ષથી વધુ સમયથી ડોક્ટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, વર્ગ 3 અને 4ના કર્મચારીઓ દર્દીઓની સારવારમાં જોડાયેલ છે. આ તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા નિષ્ણાંત ડોક્ટરોને 2.25 લાખ, મેડીકલ ઓફિસરને 1.25 લાખ તેમજ જુદા જુદા અન્ય સ્ટાફને આર્થીક પેકેજનો નિર્ણય જાહેર કરેલ છે તે બદલ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ આવકારેલ છે તેમજ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવેલ છે. મુખ્યમંત્રીશ્રીનો ઉપરોક્ત નિર્ણય કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેમ
અંતમાં જણાવ્યું.