શનિવારે વૈષ્ણવાચાર્યોના સાનિધ્ય સાથે શોભાયાત્રા ઉપરાંત ધર્મસભામાં મળશે વચનામૃત બોધ: રવિવારે જીવદયા અને માનવસેવાની વણઝાર
આગામી ચૈત્રવદી એકાદશીને શનિવાર તા.૨૨ એટલે પુષ્ટિ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગદગુ‚ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૩૯મો પ્રાગટય ઉત્સવ જે અનેરી દિવ્યતા અને ભકિતભાવ સાથે મનાવવામા આવે છે.
સૌરાષ્ટ્રની મધ્યનગરી રાજકોટની પણ ઉત્સવની એક અનેરી પરંપરા રહી છે.
જૂના દરબારગઢની પ્રાચીન હવેલી અને જશુબાઈ કાથડ મંડાણ સ્થિત વલ્લભાચાર્ય પ્રાગટય ઉત્સવ આયોજન સમિતિ પ્રતિવર્ષ શહેર સમસ્ત આચાર્યઓ અને સંસ્થા મંડળોના સંકલન અને સાનિધ્ય સાથે દિવ્ય શોભાયાત્રા ધર્મસભા અને જીવદયા તેમજ માનવસેવા પ્રવૃત્તિઓના પ્રકલ્પો સાથેનું આયોજન કરી રહી છે.
આ વર્ષે પણ તા.૨૨ને શનિવારે સાંજે ૭.૩૦ વાગ્યાથી દરબારગઢ હવેલી ખાતેથી વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હવેલીથી પ્રારંભ થનારી આ શોભાયાત્રામાં મહાપ્રભુજીના સ્વ‚પને સુખપાલ (પાલખી)માં પધરાવી અનેકો આચાર્યશ્રીઓ તેમજ મહાનુભાવ વિશેષોમાં શ્રીહસ્તે માલ્યાર્પણ પુષ્પવૃષ્ટિ અને જયઘોષ સાથે પ્રયાણ કરશે. આ શોભાયાત્રામાં શહેરના વરિષ્ઠ આચાર્ય પંકિતના પૂ.પા.ગો.શ્રી ઘનશ્યામલાલજી મહારાજ સપ્તમપીઠાધીશ, પૂ.પા.ગો. વ્રજેશકુમારજી મહોદય શ્રી સપ્તમપીઠ યુવરાજ પૂ.પા.ગો. અક્ષયકુમારજી મહારાજશ્રી કૃષ્ણાશ્રય હવેલી પૂ.પા.ગો.શ્રી વિશાલકુમારજી મહોદય બેઠક મંદિર પોરબંદર, પૂ.પા.ગો.શ્રી અનિ‚ધ્ધલાલજી મહોદય લક્ષ્મીવાડી હવેલી, પૂ.પા.ગો. ‚ચીરરાયજી મહોદય ચરણાંટ હવેલી, પૂ.પા.ગો પુ‚ષોતમલાલજી મોદય અને પૂ.પા.ગો. ગોપેશકુમારજી મહોદય રસકુંજ હવેલી સહિતના અચાર્યો પદયાત્રા સાથે જોડાશે. છડીદાર ઘોડેશ્ર્વાર, સાફાધારી, બાઈક સવારો, કળશધારીબહેનો અને ધ્વજા પતાકા ડંકા નિશાન સહિત બેંડવાજા કેશીયો પાર્ટી તેમજ બગ્ગી ઘોડારથમાં રાધાકૃષ્ણ વૈશધારી બાળકો છોટાહાથી મેટાડોરમાં શ્રી મહાપ્રભુજીના જીવન કવનો સાથેના ફલોટસ ઉપરાંત કેશરીયા કિર્તનીયા મંડળીના દિવ્ય વધાઈ કિર્તનગાન તેમજ શ્રીજી કિર્તન મંડળના સથવારે રાસની રમઝટ બોલાવતા યુવાઓ લાલપીળા કેશરી વસ્ત્રધારી વૈષ્ણવભાઈ બહેનો સહિતનો આ રસાલો જયઘોષ સાથે શહેરના દરબારગઢ ચોક સોની બજાર કોઠારીયાનાકા પેલેસ રોડ ગુંદાવાડી પોલીસ ચોકી, કેનલ રોડ થઈ જીલ્લા ગાર્ડન પાસે , સપ્તમગૃહ દ્વારા આયોજીત શ્રી યમુના ગુણગાન કથા મંડપ ખાતે વિરામ લઈ ધર્મસભામાં પરિવર્તીત થશે. શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર અનેકો વૈષ્ણવ પરિવારો દ્વારા શ્રી મહાપ્રભુજીને માલ્યાર્પણ સાથે પુષ્પવૃષ્ટિથી શોભાયાત્રાનું સ્વાગત થશે. વળી શોભાયાત્રામાં અનેકો ભાવુકો દ્વારા વૈષ્ણવો માટે ઠંડા જલ લીંબુ, સીકંજી વરીયાળી, ગુલાબ જેવા શરબતો અને ઠંડાપીણા અને દુધ કોલ્ડ્રીંકસ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં જોડાનાર પ્રત્યેક વૈષ્ણવ યાત્રીઓને પ્રસાદના પેકેટસ પણ વિતરણ કરવામા આવનાર છે.
તા.૨૩ રવિવારની વ્હેલી સવારે સાતસ્વ‚પ હવેલી પરાબજાર ખાતેથી રાજકોટની ચૌતરફ આવેલી ૨૫થી એ વધુ ગૌશાળા, પાંજરાપાષલની ગૌમાતાઓને લીલો,સુકો ચારો ટ્રક મેટાડોર ભરીને પહોચાડવામાં આવનાર છે. ગૌ સેવાની આ ટહેલ માટે જાણીતા શ્રેષ્ઠી યુગલ શ્રીમતી પ્રફુલાબેન તથા વિજયભાઈ કોટક પરિવારનો દ્રવ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.
એજ રીતે સવારે વિવિધ ગૌશાળા પાંજરાપોળની ગૌમાતાઓ માટે લાડુ, લાપસીનાં મિષ્ઠ ભોજન નિરવા માટે ભરતભાઈ કોટક જંકશન દિલીપભાઈ સોમૈયા અંકિત એસ્ટેટ તથશ સાત સ્વ‚પ સેવા મંડળ પરિવાર અને ભરતભા, સોનીનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. સમિતિ દ્વારા ગૌ માતાના લાડુની સેવા તા.૨૧ને શુક્રવારની રાત્રીએ સાત સ્વ‚પ હવેલી ખાતે અયોજીત કરવામાં આવી છે.
આયોજનને સફળ બનાવવામાં વિનુભાઈ ડેલાવાળા, માધવભાઈ ફીચડીયા, અરવિંદભાઈ પાટડીયા, પ્રભુદાસભાઈ તન્ના, જયંતિભાઈ નગદીયા, ભુપેન્દ્રભાઈ છાટબાર, ગોવિંદભાઈ દાવડા, હિતેશભાઈ રાજપરા, રાકેશભાઈ દેસાઈ દિનેશભાઈ કાસુંદ્રા, હેમંતભાઈ નળીયાપરા, મહેશભાઈ નળીયાપરા, વિજયભાઈ પાટોળીયા અને સારંગભાઈ સોમૈયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વળી આ બધા જ મંડળોને શહેરનાં જાણીતા વૈષ્ણવ વરિષ્ઠો સર્વ ચીમનભાઈ લોઢીયા, હસમુખભાઈ ડેલાવાળા, ડાહયાભાઈ અને ગુણવંતભાઈ ડેલાવાળા પ્રભુનદાસ પારેખ શિલ્પા, કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, નટુભાઈ ખખ્ખર, સુખાભાઈ કોરડીયા, ગોપાલભાઈ બગડાઈ, સુરેશભાઈ કોટક,ક દિનેશભાઈ કારીયા, જેરામભાઈ તથા મોહનભાઈ વાડોલીયા, નવનીતભાઈ ગજેરા, કાંતીભાઈ હેદપરા નાનજીભાઈ તથા ગોકળભાઈ નળીયાપરા, ઠાકરશીભાઈ સાકરીયા, રાજુભાઈ ફીચડીયા, ભુપેન્દ્રભાઈ ધાબલીયા, મુકેશભાઈ અનડકટ, ધર્મેન્દ્રભાઈ ફળદુ, જયેશ વાછાણી, ધર્મેન્દ્રભાઈ ગોર વિગેરે મહાનુભાવોનો તન મન ધનથી સંહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે.