પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ પહેલા પણ પદ્માવતી ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ અંગે એક નોટીફિકેશન જાહેર કરીને ફિલ્મને દર્શાવવા અંગે પ્રતિબંધ લગાવ્યો હતો તે પછી ફરીી બીજી વખત પણ પદ્માવતી ફિલ્મને ગુજરાતમાં ન દર્શાવવા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નોટીફિકેશન પ્રસિધ્ધ કર્યુ હતું. ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને વિકૃત રીતે સમાજ સમક્ષ રજુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના કારણે ક્ષત્રિય સમાજ અને વિવિધ સામાજીક સંગઠનોની લાગણી દુભાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસની સ્થિતિ ના બગડે તે હેતુી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, નામદાર સુપ્રિમ કોર્ટમાં લોકલાગણીના પ્રતિબિંબ સો રાજ્ય સરકાર તરફી નામદાર સુપ્રિમ કોર્ટને વિવાદીત ફિલ્મ દર્શાવવાના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસમાં શું પરીસ્તિીઓ સર્જાઇ શકે તે અંગે વાકેફ કર્યા હતા પરંતુ નામદાર સુપ્રિમ કોર્ટે ફિલ્મ દર્શાવવાનો ચૂકાદો આપ્યો છે. ગુજરાત રાજ્યના મલ્ટીપ્લેક્ષ ીયેટરના એશોસિયેશને પણ ફિલ્મ ન દર્શાવવા અંગેની તેમની સંમતિ આપી છે તે ખૂબજ આવકાર્ય બાબત છે. ક્ષત્રિય સમાજ તેમજ વિવિધ સામાજીક સંગઠનોને શાંતિ અને એખાલસનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં અકબંધ રહે તે માટે વાઘાણીએ અપીલ કરી હતી.