અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલ સીએચસી મા 2 ડોક્ટરની નિમણુક કાઈમી માટે છે જેમાં અચાનક એક ડોક્ટરને ડેપ્યુટેશનમાં બાબરા સિવિલ હોસ્પિટલમા 3 મહિના માટે મૂકવામાં આવ્યા તેની જગ્યા પર બીજા ડોકટર ને મુકવામાં આવ્યા નહીં ફક્ત એકજ ડો.ઉપર તમામ કામગીરી આવી પડી વડિયા સીએચસીમાં રોજની ઓપીડી 200 ઉપરની રહે છે બીજા ડોક્ટરની નિમણુક થશે ની આશા સાથે બીજા ડોકટરે થોડો સમય માટે રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા રહયા આરામ હરામ થઈ ગયો અને અંતે બીજા કોઈ ડો.ની નિમણુક ન થતા નિસાસો નાખી ડો.ને લાગ્યું કે અહીં કોઈ બીજા ડો.નહીં આવે ને હું રાત દિવસ દર્દીઓની સેવામા ક્યાંક બીમારીનો ભોગ બનીશ એવું વિચારીને રાજીનામુ આપી વિદાય લીધી.
જેથી વડિયા સીએચસીમાં દર્દીઓ હેરાન પરેશાન થવા લાગ્યા ડો.ના અભાવથી લોકોને ફરજીયાત પ્રાઇવેટ દવાખાનાનો સહારો લેવો પડે છે તેમજ વડિયા સીએચસીનું વહીવટી તંત્ર ખોરંભવાના કારણે રોગી કલ્યાણ ની મિટિંગ યોજાઈ જેમાં પ્રાંતઅધિકારી,મામલતદાર,સરપં
સીએચસીમાં પ્રાંત અધિકારીએ તપાસ કરતા બીજી કોઈ જાતની તકલીફ જોવા મળી નહીં અને બેડ સેટના કલર વાર પ્રમાણે રાખવાની સૂચના આપી જેથી વડિયા તાલુકાના લોકોને ખબર પડે કે બેડ રોજેરોજ સફાઈ અને ચોક્કસાઈ વડિયા સીએચસીમાં રહે છે પણ ડો.વગર ની સીએચસી માત્ર વરરાજા વગરની જાન હોઈ તેવું લોકો જણાવી રહયા છે તો વડિયા ની ગ્રામ્ય જનતાની માંગણી છે કે અહીં સારા 2 ડોક્ટરની નિમણુક કરવામાં આવે જેથી કરીને દર્દી ને દર્દ ની પીડાથી રાહત થાય