અલગ પ્રકારની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની: હાલ બંને આરોપીઓ ફરાર

વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વામી પર જે દુસકર્મની ફરિયાદ દાખલ થયેલ છે તે બાબતમાં વડિયા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું કે તા ૧૮ ના રોજ જૂનાગઢ ખાતે એક સંતની રસોઈમાં ગયેલ હતા અને ત્યાંથી કુંભના મેળામાં જવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ રવિવારે રાત્રે જૂનાગઢ થી પોલીસ નો કાફલો વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરે તપાસમાં પહોંચ્યા તે દરમ્યાન અમોને જાણ થયેલ કે અમારા મંદિરના આનંદસ્વામી પર દુસકર્મની ફરિયાદ દાખલ થયેલ છે.

પરંતુ અમોને પોલીસ અને ન્યાય ક્ષેત્ર પર સંપૂર્ણ વિસવાસ છે તપાસમાં દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે…આ અંગે વડીયા હરિભક્ત દિલીપ સિંગાળા એ જણાવેલ કે વડીયા સ્વામિનારાયણ મંદિરના આનંદસ્વામી પર જે દુષ્કર્મની ફરિયાદ દાખક થયેલ છે જેથી વડિયા સ્વામિનારાયણ મંદિર અને હરિભક્તોને હાનિ પહોંચે તેવી બાબત છે આથી મંદિર અને હરિભક્તોને બદનામ કરવાનું કાવતરું પણ હોઈ શકે કેપછી કોઈ પૈસા પડાવવાનું પણ બની શકે જે હોઈ તે પોલીસનો તપાસનો વિસય છે.

જ્યારે આ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૂળ પોરબંદર ને હાલ જૂનાગઢ રહેતી એક પરણિત મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે ત્યારે આ અંગે જૂનાગઢના સી ડિવિઝનના પીએસઆઇ પી.બી.લકકડ સાથે વાત કરતા તેને જણાવેલ કે વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના આનંદસ્વામી અને તેનો દ્રાઈવર સ્યામસુંદર સ્વામી રહે.ગોંડલ બીજપરા નું નામ પણ મદદગારીમાં છે હાલ બન્ને આરોપી પીએસઆઈ પી.બી.લકકડના જણાવ્યા મુજબ ફરાર છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.