Abtak Media Google News

આપ સમાન બલનહીં… મેઘ સમાન જલ નહીં, પાણીની અછત મેઘરાજા સિવાય કોઈ દૂર કરી શકે નહીં ચોમાસાની સિઝન પૂર્વે ઉનાળામાં સમગ્ર સંસારમાં પાણીના એક એક ટીપાની તલસ ઉભી થતી હોય પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે કુદરતી અને અ કુદરતી સ્ત્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરીને કરવામાં આવતી જળ વ્યવસ્થા  ક્યારેય સંપૂર્ણપણેજરૂરિયાતો પૂરી કરી શકતી નથી ,પરંતુ વરસાદી સીઝન શરૂ થાય અને પ્રથમ વરસાદના રાઉન્ડમાં જ સર્વત્ર પાણી પાણી થઈ જાય કહેવતમાં કહ્યું છે કે મેઘ સમાન જલ નહીં ની વાત કુદરત દરેક ચોમાસામાં સત્ય પૂરવાર કરે છે,

ચોમાસામાં બારે મેઘ ખાંગા થવાની ઘટના આમ તો કુદરતની કૃપા જો ગણાય પરંતુ કોણ જાણે કેમ છેલ્લા એક દાયકા માં દરેક વર્ષે દેશ આખામાં કંઈ પણ ચોમાસું દે ધનાધન મન મૂકીને વરસ્યો હોય અને ગણતરી મિનિટો કે કલાકોમા સુપડા ધારે વરસાદ થઈ જાય તો કુદરતનો કોપ જેવો ઘાટ ઘડાઈ જાય અને જળબંબાકાર ની પરિસ્થિતિમાં જાનમાલની વ્યાપક  ખુવારી સર્જાઈ જાય છે, અગાઉની સમયની સાપેક્ષમાં હવે તો હવામાન અંગેની ચોક્કસ 0 થાય છે જેમાં કયા વિસ્તારમાં કઈ તારીખે કેટલા પ્રમાણમાં વરસાદ થશે તેનું સચોટ પુરવાનું મન થાય છે વહીવટી તંત્ર દ્વારા પણ પિતાને વાળા વિસ્તારોમાં થી સલામતી સ્થળાંતર જેવી પ્રવૃત્તિઓ માં સચેતતા દાખવવામાં આવે છે તોપણ ભારે વરસાદનું પાણી એકાએક મુશ્કેલી દુકાનો શા માટે બને છે અગાઉ તો વરસાદ ની બે પાંચ થી લઈને 15 15 દિવસની એકધારા વરસાદની હેલી સર્જાતી હતી તોપણ વસ્તીના પ્રમાણમાં જૂજ જાનમાલની ખુવારી થતી હતી.

છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સ્થિતિની સમસ્યા વધુ ને વધુ વખતથી જાય છે તેની સામે અગાઉ પણ ભારે વરસાદ થતા હતા પરંતુ આવી સ્થિતિ થતી ન હતી આની પાછળ વર્તમાન નગર વ્યવસ્થા અને બાંધકામ થી લઈને વસાહતો ઊભી કરવામાં જાણે કે ચોમાસુ અને વરસાદ પાણીના નિકાલની વ્યવસ્થાની જરૂરિયાત ધ્યાન જ લેવાતી નથી અગાઉ રળિયાવાળા કાચા મકાનમાં પણ ભારે વરસાદને ધ્યાને લઈ રળિયાવાળા મકાનના ઢોળાવમાં દેશી નળિયા વચ્ચે ગેલ્વેનાઈઝિંગ પતરા ના ખાડિયા મુકવાની પ્રથા હતી મકાન બાંધકામની જગ્યાથી લઈને બાંધકામમાં તડકા છાયા અને પવનની જેમ જ વરસાદની સ્થિતિને ધ્યાને લેવામાં આવતી હતી હવે વર્તમાન વિકાસની દોડમાં આઠ મહિના સુધીની બાંધકામ અને નગર રચના ની પ્રવૃત્તિમાં ક્યાંય વરસાદ અને વરસાદી પાણી કોઈને યાદ જ રહેતું ન હોય તેમ ગામડામાં કે શહેરમાં પાણીના વહેણની કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી

અગાઉના જમાનામાં નાના નાના ગામડાઓ અને મોટા શહેરોની રચનામાં નદી કાંઠે ગામ વસાવવાની પ્રથા હતી પરંતુ સાથે સાથે ગામની વસ્તી નદીથી દૂર ઉંચા ધોરા ઉપર વસાવવામાં આવતી હતી કારખાના વેચાણ વાળા વિસ્તારોમાં એક પણ મકાન બનાવવામાં આવતું ન હતું ત્યારે પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે નદીના વહેણ થી દૂરની વાત એક તરફ રહી નદી નજીક પણ વસાહતો ઊભી કરી દેવામાં આવે છે કુદરતી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અવગણના જ્યાં સુધી કરતા રહેશો ત્યાં સુધી ચોમાસામાં જળબુંબાકારની અને ધ્યાનમાલ ના નુકસાન માટે તૈયાર રહેવું પડશે ચોમાસાના પાણીના નિકાલ અને વરસાદી વ્યવસ્થાના જુનવાણી સામાજિક નિયમો ફરીથી રોજિંદા જીવનમાં લાવવાની જરૂરિયાત છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.