ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા ખાનગી શાળા સંચાલકો તરફી નિવેદન આપી સંચાલકોની ચિંતા વ્યકત કરાતા કોંગ્રેસે આવું કરી ધારાસભ્ય શું સાબિત કરવા માગે છે. તેમ વડોદરા શહેર કોંગ્રેસે પુછ્યું છે.
ધારાસભ્ય શૈલેષભાઇ સોટ્ટા દ્વારા ખાનગી શાળા સંચાલકો તરફી નિવેદન આપી સંચાલકો પ્રત્યેની ચિંતા વ્યક્ત કરીએ આઘાતજનક છે. 1 વર્ષથી મહામારીને લઈ શાળાઓ બંધ રાખવામાં આવી છે. વાલીઓના ધંધા રોજગાર પર ઊંડી અસર પડી છે ત્યારે વાલીઓ અને દેશના ભવિષ્યની ચિંતા કરવાની જગ્યા એ ધારાસભ્ય ક્યાં કારણોસર વાલીઓ અને વિદ્યાર્થીઓની જગ્યાએ ખાનગી શાળાઓના સંચાલકોની તરફદારી કરી રહ્યા છે? તેવા સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે.
ધારાસભ્યને પૂછવું જોઈએ કે જ્યારે ખાનગી શાળા, ગુજરાત સરકાર દ્વારા બંધ કરાવેલી પ્રવેશ ફીની ઉઘરાણી કરતાં હતાં, ત્યારે વાલીઓની વહારે કોઈ ધારાસભ્ય કેમ ન આવ્યા તેમજ સત્કાર દ્વારા જ્યારે કાયદો બનાવેલ છે કે પ્રવેશ ફી ના નામે કોઈ ફી લઈ શકાય નહીં ત્યારે શા માટે આડેધડ ફી ઉઘરવામાં આવી રહી છે !? અને આવા સંચાલકો જે કાયદાનું પાલન નથી કરી રહયા તેઓને સપોર્ટ કરી તેઓ શું સાબિત કરી રહ્યા છે ? તેમ જણાવ્યાતા વડોદરા શહેર કોંગ્રેસ આવા નિવેદનને વખોડે છે તેમજ શાળા ફી માફ કરવામાં આવે તેવી માંગણી મૂકે છે તેમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રવકતા શ્ર્વેતા મહેતાએ જણાવ્યું હતું.