- રોયલ મેળા દુર્ઘટનામાં મેળાના ત્રણની અટકાયત
- રોયલ મેળા દુર્ઘટનામાં મેળાના સંચાલક, મેનેજર અને ઓપરેટરની અટકાયત
- FSL, R&B, ફાયર બ્રિગેડ દ્વારા મિકેનિઝમની તપાસ
વડોદરા શહેરના માંજલપુરમાં હાલ રોયલ નામથી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. તેવામાં બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડમાં લોક ખુલી ગયું હતું. નાની હેલિકોપ્ટર વાળી રાઈડમાં બાળકો બેઠા હતા અને અચાનક આ રાઈડમાં એક હોલિકોપ્ટરનું લોકો ખુલી ગયું હતું. એક બાળકી નીચે પડતા લોકોએ બુમરાણ કરી હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. બાળકીને હાલ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
હરણીકાંડ બાદ કડક નિયમો બનાવ્યા તે કાગળ પર છે. તેમજ નોંધનીય છે કે રોયલ મેળામાં દરરોજ બહોળી સંખ્યામાં લોકો આવે છે. બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડનું લોક ખુલી જતા એક બાળકી નીચે પટકાઇ હતી. તેમજ રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
રોયલ મેળામાં આવેલા લોકોએ કહ્યું હતું કે નાના બાળકોની રાઇડ એકદમ ફૂલ સ્પીડમાં ફરવા લાગી હતી. ત્યારે છોકરાઓ ચાલુ રાઈડમાં દરવાજો ખુલ્લી જતાં નીચે પડવા માંડ્યા હતા. તેમજ દરવાજા પણ ખુલી ગયા હતા. આ ઉપરાંત લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનરના પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. તેમજ મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.
જ્યારે સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનર પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળા ના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. સુપરવાઇઝર હેમરાજ મોરે અને હેલિકોપ્ટર રાઈડના ઓપરેટરની અટકાયત કરી છે. મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.