ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જાહેર થઇ ગઇ છે. માર્ચ 2019 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 7 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી છે.
વિજ્ઞાન પ્રાવહમાં કુલ 1,57,160 વિદ્યાર્થીઓ નોધાયા જોકે ગત વર્ષે સાયન્સમાં 1,34,671 વિદ્યાર્થીઓ નોધાયા હતા. સામાન્ય પ્રવાહના ફોર્મ હજુ લેઈટ ફી સાથે 20મી સુધી ભરાશે પરંતુ અત્યાર સુધીમાં કુલ 5,22,091 વિદ્યાર્થીઓ નોધાઈ ચૂક્યાં છે જોકે ગત વર્ષે સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થીઓ નોધાયા હતા.
7 માર્ચથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેને પગલે વડોદરાના 84000 પરીક્ષાર્થીઓને તણાવને દૂર કરવા માટે શહેર પોલીસ દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઈ છે. વડોદરા સુરક્ષા સેતુ સોસાયટી, શિક્ષણ વિભાગ, શહેર પોલીસ, બાળ વિકાસ મંત્રાલય, એકેડમી ઓફ પિડીયાટ્રિક સહયોગથી સાંત્વના હેલ્પલાઇન શરુ કરાઈ છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મુશ્કેલીનુ નિરાકરણ લાવવા માટે DEO સાથે 10 પ્રિન્સિપાલ, 2 સાઈકિયાટ્રિસ્ટ, 2 સાઈકોલોજિસ્ટ અને MS યુનિવર્સિટીના સાઈકોલોજી ડિપાર્ટમેન્ટ તથા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ઉપરાંત 12 બાળરોગ નિષ્ણાંત તબીબો મદદરૂપ થશે. 10 પ્રિન્સિપાલ, સાઈકિયાટ્રિસ્ટની ટીમ કાઉન્સેલિંગ કરશે હેલ્પલાઈન નંબર 63590-64557, 9824514033 24 કલાક કાર્યરત રહેશે.