- મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ઍન્ડ ડ્રગ્સ શાખા એક્શન મોડમાં
- સેમ્પલને તપાસ માટે લેબમાં મોકલાયા
- રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી વેપારી વેચાણ નહીં કરી શકે
Vadodara : તહેવારો પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ઍન્ડ ડ્રગ્સ શાખા એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરના હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમને સફળતા મળી છે. જેમાં ટીમ દ્વારા 700 કિલો મરચાંનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થાના સેમ્પલને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમજ જ્યા સુધી નમુનાનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી આ જથ્થાનું વેચાણ કરી શકાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અધિક આરોગ્ય અમલદારની સૂચનાથી કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે નીકળી હતી. આ ચેકિંગ કલરવાળા મુખવાસનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ તે અંગે કરવામાં આવ્યું હતું. ત્યારે હાથીખાના વિસ્તારમા ચેકિંગ હાથ ધરાતા કલરવાળા મુખવાસના બદલે 700 કિલોનો હલકી કક્ષાનો મરચાંનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તાત્કાલિક અસરથી માલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ મરચાંના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી વેપારી વેચાણ કરી શકશે નહીં તે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે.