- પૂર્વ કોર્પોરેટરના પુત્રની હ-ત્યા કરનાર ફરાર 2 આરોપીઓને SOGએ ઝડપ્યા
- આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર
- અગાઉ 6 આરોપીઓની કરાઈ હતી ધરપકડ
Vadodara : નાગરવાડા વિસ્તારમાં હ-ત્યાનો પ્રયાસ તથા SOG હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને બાબરખાન પઠાણે ચાકુના ઘા મારીને મો-તને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસે મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય પાંચ એક આરોપી ફરાર હોય ત્યારે પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન SOG ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તેમજ વાત મળી હતી કે મર્ડરના ગુન્હામાં સંડોવાયેલા બાબર પઠાણના બંને ભાઇઓ મહેબુબ તથા સલમાન ઉર્ફે સોન પઠાણ થોડીવારમાં આજવા ચોકડી ખાતે આવવાના છે. તેના આધારે બાતમીવાળી જગ્યાએ SOGની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન જેવા આરોપીઓ મહેબુબ હબીબખાન પઠાણ તથા સલમાન ઉર્ફે સોનું હબીબખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. મહેબુબ હબીબખાન પઠાણ ગુનાઈત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 ઉપરાંતના ગુના પણ નોંધાયા છે. તેમજ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.